વાર્યો ના વળે,હાર્યો વળે…જુબાં પે દર્દ ભરી દાસ્તાં ચાલી આયી .

મદ માં ને તોર માં આવી ગયેલાને જો કોઈ સલાહ  આપે કે સુચન કરે તો તત્કાળ તો પેલા નું આવી બન્યું જ સમજો.આવો અનુભવ દરેક ઠરેલ પ્રકૃતિ ના માણસ ને જયારે પણ કોઈ ઉછાછરા કે માથા ફરેલ વ્યક્તિ ને ટપારવા કે રોકવાનો પ્રસંગ આવ્યો હશે ત્યારે આ અનુભવ થયો જ હશે.

બાબત નાની હોય કે મસ મોટી પણ વ્યક્તિ જો અંદર થી નમ્ર હશે કોઈનું કહેલું માનવા તૈયાર હશે અને એ સંસ્કાર મૂળ માં પડેલા હશે તો જ એ થોભશે સંભાળશે અને અનુસરસે. ભાગવત  ના એક પ્રસંગ ની વાત મને અત્રે યાદ આવી જાય છે કે પરીક્ષિત રાજા જયારે ભ્રમણ કરવા નીકળ્યા હોય છે અને રસ્તામાં એક આશ્રમ પર આવે છે ત્યાં એક ઋષિ ધ્યાનસ્થ અવસ્થામાં હોય છે અને રાજા ને મજાક સુજે છે ત્યાંથી પસાર થઇ રહેલા તક્ષક ને ઉઠાવી ને પેલા ઋષિ ને ગાળામાં નાખે છે.ઋષિ એને શ્રાપ આપે છે કે આજથી સાત દિવસ માં તારું મૃત્યુ થાજો.આવું માણસ ક્યારેક કોઈનું દિલ તોડે કે રડાવે ત્યારે નથી થતું એ બહુ દુખની વાત છે. થોડા દિવસ પહેલા દક્ષિણના કોઈ નગર માંથી એવા ન્યૂસ આવેલા કે એક નપાવટ પુત્ર એ પિતા ના પગને પલંગ સાથે તાળું મારી ને એમને બંદી બનાવી દીધેલા.અલા ભલા માનુસ, જેને તારા પગ માં તાકત બક્ષી જેને તારા થાકેલા પગ ને વિરામ દેવા તને મેળા માં ખભે બેસાડી ને ફેરવ્યો તેની આ દશા?

પાછા  પેલા પરીક્ષિત રાજા ની વાત પર આવીએ તો,પરીક્ષિત ની કહાની ઘેર ઘેર જાણીતી છે એમના માં પડેલા, બોયેલા બીજ જુદા હતા અને આખું ભાગવત એક મોક્ષ ની પ્રેરણા નું આધાર બની ગયું જે જગત માં પ્રચલિત અને સ્વિકૃત બની ગયું. આવું સમાન્ય માણસ સાથે બને એવું કઈક થવું જોઈએ. કૃત્રિમ રક્ત કે બકરા નું રક્ત માણસ ને અનુકુળ આવશે કે નહિ એના પરીક્ષણો થયા અને ચઢાવવા નું શરુ ય થઇ જશે. પછી અમદવાદ ની કોઈ હોસ્પિટલ માંથી કોઈ બહાર આવશે ત્યારે કહેશે કે મને જીવતદાન મળી ગયું.અસારવાના બકરા નું લોહી મેચ થઇ ગયું.કોઈ કહેશે મને મણીનગર ના બકરાનું લોહી લાગી ગયું. પણ ,મૂળ મુદ્દો બાજુ પર રહી જશે.જગતમાં બીજા ને અનુસરવાનો.બીજા ને દુખ ન પહોચાડવાનો.આયુષ્ય ની લંબાઈ કરતા સભ્યતા ની લંબાઈ વધે એવું કઈક થાય તો ઠીક બાકી નક્કામું.

 આજકાલ જે થનગનાટ રાજપાટ ના મુદ્દે ચાલી રહ્યો છે જે મુદ્દે બે બળિયા બાથે વળગ્યા છે અને ‘કોઈ ના મનમાં ભીમ ને કચડી નાખવાની જુગુપ્ષા છે” તો કોઈ  કૃષ્ણ બની ને લોખંડ નો ભીમ બાથે વળગાડવા ચાલાકી પર ઉતર્યું છે.” એમાં પેલી માણસ ના મોક્ષ ની વાત બાજુ પર અને ત્રીજી વાત મોખરાની બની ગયી  છે. સત્તા . ખેર, સમય બધા દુખો નું ઓસડ છે. પછડાટ અને હાર બે જુદા શબ્દો છે પણ બા અને ”બાપા ની બાયડી”કહે તો તેથી વિશેષ અર્થ કોઈ થતો  નથી. છે બંને માતા. એક ઉછ્રંખલ એને બાપાની બાયડી કહે છે બીજો મારી માની સોક્ય? એક કોલમ માં મારા માનીતા કોલમિસ્ટ એ એક રાજકારણી પર કટાક્ષ કર્યો છે.મને એમાં રસ નથી એટલે છણાવટ બાજુ પર. પણ આપણે  તો ”ઇત્તરે જનાહા મિષ્ટાન્ન્મ” કોઈ પછી સાત દિવસ માં પોતાનું કલ્યાણ કરવા ભાગવત સાંભળે કે નહી કોઈ બોધપાઠ લે કે નહિ એ એમનો વિષય.

 

Leave a comment