ઉત્તરાયણ ..પતંગ..’લે ચલ જહાં તેરી મરજી યે તેરા હે કામ …..’

રાજેશ ખન્ના-ઝીન્નત અમાન નું  આજ થી લગભગ ૩૫ વર્ષ પહેલા ની ફિલ્મ નું આ ગીત ઉતરાયણ આવતાં જ   અચાનક યાદ આવી ગયું ને યાદ્દો ના સિવિયર હુમલા નું આક્રમણ ચાલુ થઇ ગયું. દિલ ને  બાગ બાગ કરી નાખતી નવરંગી આકાશ ના સાન્નિધ્ય માં માણેલી કેટલીક પળો ને આજે વાગોળી છે અને અહી મૂકી છે.સાંઢ ના સિન્ઘડા માંથી નીકળાય કે ના નીકળાય જેવી કશ્મકશ વચ્ચે સાંઢ ના સીંઘડા માંથી નીકળી જવા કુદી તો પડ્યો જ છું…દેખતે હે કૌન સે શહરમે ઘંટી બજતી હે….
દિલ માં ઉમંગ લખલૂટ સપનાઓ અખૂટ….એનો  ઇક્લોતો માલિક હતો હું .
એક પછી એક કલ્પનાઓ-તુક્કાઓ નો માલિક હતો હું   .
ઉત્તરાયણ આવવાના મહિના પહેલા ભણવાનું ગૌણ અને પતંગો નો સિલસિલો ચાલુ થઇ જતો ને છે’ક વાસી ઉત્તરાયણ ની રાત સુધી એ ચાલુ રહેતો.આજે છોકરાઓ ની હાલત જોઉં છું કે પતંગો જ નહિ બીજા કોઈ પર્વ માટે ય એટલા ઉત્સાહી નથી રહ્યા ત્યારે દુખ થાય છે અને વિચાર આવે છે કે આમ લાંબુ ચાલશે તો કદાચ તેઓ વોટ્સ એપ-ઈ મેલ-પર જ બધું પામશે ને બાકી બધું ગૌણ માનશે.
ખેર, ‘હું બકલો ને જીતીઓ’ ટોળકી માં આ પર્વ માં બકલો નહિ ને જીતીઓ ય નહિ.બકલો સુરાસામળ જતો રહેલો ની જીતીઓ ધ્રુવ ફળિયા જતો રહેલો.હું એકલો જ મહેમદાવાદ મારી ભૂલાપોળમાં રહેતો હતો.
હું અમદાવાદ થી દોરી રંગવી લાવું અને છાપરે ફીરકી-પતંગો લઈને ચઢું એટલે આજુબાજુ ના પતરા વાળા અને પાછળની મુસલમાનો ની વસ્તી ના ઘરો ના છોકરાઓ ની બુમો સંભળાય ”બે સતીયા ચઢા”.હું જ્યાં થી પતંગ ચઢાવું ત્યાં થી આગળ ની પતંગો ખેંચી ને કાપતો એટલે બધા મારાથી ત્રાહીમામ થઇ જતા.ઘણા લોકો તો થાક ખાવા બેસી ય રહેતા. મારી પતંગ કપાય એટલે લોકો ને હાશકારો થતો.
મારી બાજુમાં  ત્રણ ઘર છોડી બદામડી નું ઝાડ હતું એ છાપરું ઊંચું એટલે ત્યાં જ જાઉં.અમારી પોળ નું એ મકાન છેલ્લું પછી મોટી દીવાલ અને પછી બાજુ માં મોમીન પરિવાર રામ-રહીમ આઇસ્ક્રુટ વાળા નું મકાન એનો એક છોકરો શરીફ મારા જેવો જ પતંગો નો શોખીન અને ખેંચી ને પતંગ કાપતો. અમે બંને એક બીજાની નાં કાપીએ.અત્યાર જેવું નહિ.નાના ગામ માં કોઈ ને કોઈ થી અડચણો ન હતી. .થોડે આગળ ભાડ્ભુજા નો મોટો છોકરો અમારી ઉંમર કરતાં મોટા હતા પણ મેદાન સાફ કરે. બસ..એક સતીશ પંજાબી, એક હું, એક શરફો[શરીફ],અને એક ભગવતભાઈ આટલા ચડીએ એટલે નાના નાના પતંગબાજો ની છુટ્ટી  કરી દઈએ.પણ અમારી છુટ્ટી કરે એવું એક નામ હતું તેનું નામ ‘રમણીઓ’ અને ‘મંગો’ અમારી ભાષા માં અમે એમના નામ પાછળ એમની અટક જોડી ને ઓળખતા. એ બંને ‘મરઘો દોરી’  વાપરતા એ દોરી નો ય એક જમાનો પાછો. પંચોતેર પૈસા ની લાકડા ની ગરગડી માં ૫૦૦ વાર દોરી આવતી અને એ પણ એટલી પાતળી કે પતંગ કપાયા પછી એને પીલ્લું વાળવાની ઝંઝટ કરવાની નહિ!!પછી હાથમાં ભાગ્યે  જ આવે  એટલી નાજુક, પણ પતંગ જલ્દી તૂટે નહીં એવી ખરી.એ બંને ની જોડી સાથે જ હોય એ પણ પતંગો  ખેંચી ને કાપતા. વ્યાયામશાળા થી લઇ બારોટવાડો-ભુલાપોળ-ખાટકીવાડ બધે વાયરો પરથી પીલ્લા છરકાવી ને પતંગો કાપવા જતા અમે ય એમના લપેટા માં આવી જતા.

મારા પિતા આગલી રાત્રે મેંદા ની ‘લાઈ’  બનાવતા અને એ ડબ્બી ની આખો દિવસ ફેંકાફેક એક બીજા પતરા પર ચાલુ રહેતી.એટલું જ નહિ તલ ના લાડુ ની આપલે પ્યાર થી થતી.ત્યારે ન તલ આટલા મોઘા હતા ન દિલો આટલા સાંકડા !

આટલે સુધી તો થઇ સામાન્ય વાતો.જે લગભગ બધા નાના ગામ માં  વર્ષો થી સાથે રહેતા પડોશીઓ જે રીતે ઉતરાયણ ઉજવતા હોય છે એ જ રીતની  અમારી ઉતરાયણની  રીત ગણાય

આજે પણ જ્યારે  આકાશ માં પહેલી પતંગ ઉડતી જોઉં   છું  તો મને મારી ઉતરાયણ યાદ આવ્યા વિના નથી રહેતી . હું  જુદી સ્ટાઈલ નો. પહેલેથી જ . મારા નખરા અને મારા કરતૂતો પણ અલગ અને એટલે હું એકલો જ ખાસ મોડસ ઓપરેન્ડી થી ઉતરાયણ ઉજવતો. જેને હું મોઢે કાઈ કહી નહતો શકતો એવી કેટલી ય વાતો હું પતંગ પર ચીતરતો.મારા એક શોખ માં પેઈનટીંગ ખરું. હસ્તાક્ષર પણ સુંદર અને મરોડદાર. એટલે એ કળા નો સદુપયોગ પણ કરતો અને દુર-ઉપયોગ પણ કરતો . નિર્દોષ આનંદ અને ગમ્મત ખાતર [મારા એક  ગણિત ના શિક્ષક  તો એવું ય કહેતા કે અક્ષર સારા કાઢે છે તો માર્ક સારા આવે એવું ય કરને!] મારી કળા થી   કોઈ ને ગાળો પણ આપું તો કોઈ ને હીણો ચીતરું!  દા:ત: પતંગ પર લખું કે ”લુખ્ખા..હજી ય પતંગો પકડે છે?”..’આ પતંગ રૂપિયા ની હતી પણ તારી ઈજ્જત કોડી ની આજથી.’ ..”હજી ઝંડો લઇ ને રોડ પર દોડ વધારે પતંગો પકડાશે” વિ.વિ . અમને ક્રિકેટ રમતા અટકાવનાર ના નામો લખી ને એમને ભાંડતો તો કોઈ ના ફોટો ચીતરું તો  કોઈ ને બેહુદો બનાવી ને એનું નામ નીચે લખું.  ખાસમ ખાસ પતંગ ને આસમાન માં અગણિત સપનાઓ વચ્ચે ઉડાડું. પતંગ પર લખેલા કોઈ નામ ને અમુક  માન્યતાઓ સાથે જોડી ને જાતજાત ની કલ્પનાઓ માં  વિચરું. જો આ પતંગ થી પાંચ પતંગ કપાશે તો.. ‘તેમ’ ને આમ નહિ થાય તો પેલું ‘ફેલ’ એવી કલ્પનાઓ મારી અગણિત પતંગો એ ઝેલી છે પણ તો ય મને બરદાસ્ત કરીને , હવા ન હોય તો ય ઉડી છે. પતંગ લબ્બુક હોય, મારા ઠુમકા ખમે એવી ન હોય ,એક બાજુ લોટાતી હોય ,ગીન્નાતું બાંધી ને માંડ માંડ બીજા દુશ્મનો વચ્ચે   પાંચ પેચ કાપવા સુધી ટકી રહીને, મારી આશા અને અરમાનો પર પાણી ફેરવવા ન માંગતી હોય એવા ઈરાદા સાથે ,કે મને નારાજ ન કરવાનાં  શુભ ઈરાદાથી  મારી સાથે રહી હોય એવી કોડીબધ્ધ  પતંગો-ડુંગ્ગા  -ફૂદ્દીઓ-પાવલા -ઘેસીયા-આજે ય મને તેના રંગો સહીત યાદ છે.એટલે જ મારા સપનાઓ ની વાહક જેવી આ પતંગો, દરેક ઉતરાયણ પર મારા દિલો-દિમાગ નો કબજો લઇ લે છે. આજે હું ઉતરાયણ પર મારા સાઈઠ લાખના [ભાવ થોડો વધારી ને લખ્યો છે પણ વેચવાનું નથી જ]ત્રિપ્લેક્ષ   ના ધાબે ૧૪ જાન્યુઆરી ને જ નહિ દરેક ઉડતી પતંગ ને એક જુદા જ નજરિયા થી જોઉં છે…હર એક  પતંગ, હરએક પેચ ,હરએક કપાતી પતંગો ને મારા ભૂતકાળ ના  ગુજરેલા દિવસો ની ઉધાર કલ્પનાઓ ની પ્રવર્તક-માની ને જોઉં છું તાકી રહું છું.કપાઈ ને દિલ ના દૌર થી વિખુટી પડી ગયેલી પતંગો ને  આંખો થી દેખી શકાય એટલે દુર સુધી એને  લહેરાતી – મુક્ત ,લડ ખડાતી જોઈ રહું છું.  ‘હવા જ્યાં લઇ જાય ત્યાં  જવાનું ‘ એવું ડેડીકેશન કહો ,લાચારી  કહો કે આર ડી બર્મન ના ગીત ની એક કડી ની જેમ   ”લે ચલ જહાં તેરી મરજી યે તેરા હે કામ” હવાને  કહેતી હોય ગાતી હોય જે હોય તે બસ અનિમેષ નયને જોઈ રહું છું..તાકી રહું છું..મારી ચાહીતી ના નામ વાળી પતંગ જો ફસકાઈ જાય-ફાટી જાય કે તૂટી જાય ત્યારે કેવા ભાવો સાથે એને ભારે દિલ થી વિદાય આપેલી છે તે યાદ કરી લઇ છું . આવી તો કંઈ કેટલી ય  વાતો,  છબીઓ    આજે ય મારી આખો ની પાછળ ની દીવાલ પર સ્ટીલ-ફોટો ની જેમ- ઝાંખી પડ્યા વિના, મારી સંપત્તિ હોય એમ સચવાયેલી  પડી  છે . આ સંસ્મરણો ક્યારેક સ્મિત મૂકી જાય છે તો ક્યારેક આંખો માં ચમક પાથરી દેતી હોય છે    એના વિશેષ કારણો છે પરંતુ અહી કાગડા ભાઈ ની ૩૬ પ્રકાર ની ઉડ ની જેમ મારી બધી ઉડ બતાવવાની મને ઘણા બધા કારણસર સ્વતંત્રતા નથી અને અમુક વાતો નથી લખી જતી એનાં થી એનું મુલ્ય ઘટી જ નથી જતું પરંતુ ઓપન હાર્ટેડ કહેલી ને કંડારેલી વાતો  ઔચિત્ય ભંગ કરતી ય જોવા મળે આવું બનતું હોય છે એટલે શિષ્ટાચાર  જાળવવા ની ફરજ કહો કે સીમા,એ  સમય નો તકાજો છે…એમાં બધું છે.

છેલ્લે શાન વાળી વાત કઈ કમ નથી જ કે… .દોસ્તો જિંદગી હસીન હે ..મગર સિર્ફ ઉનકે લિયે ..જિન્હો ને પતંગ ઉડાઈ હે….કયું કી પતંગ ઉડાને વાલે જાનતે હે……….કન્ફેશન કે લિયે દુબઈ સિંગાપોર જાને કી જરૂરત નહિ હે…સોને કી રીંગ ભી જરૂરી નહિ હે…સિર્ફ પતંગ ભી યહ  કામ કર શકતી હે..વહ ભી રૂપિયે મેં. દિલ સે…બીના કિસી એડ-બ્રેક કે.

Advertisements