સ્કેમ-સ્કેન્ડલ્સ,ઇન્સાં કી હિમાકત દેખો ઉમ્મીદ હી કરતા જાયે

અમે જ્યારે નાના હતા અને સ્કુલ માં ભણતા ત્યારે પહેલો પીરીયડ પી.ટી. નો આવે તો અમે ખુશ થઇ જતા. આજે  ફેસબુક પર પહેલો પીરીયડ ગણિત નો લગાવ્યો છે. માસ્તર[જેને પણ માઠુ લાગે તેની ક્ષમા] આજે ભણાવશે નહિ. દાખલા  બોર્ડ પર ગણશે જેને ઉતારવા હોય તેને છૂટ  ને જેને ઊંઘવું હોય તેને ય છૂટ.

ભારતના ઈતિહાસ માં આઝાદીના ભાગલા પડ્યા તે વખતે રેલ્વે નાં બાબુઓ એ તે ટાઈમે લોકો નો કિંમતી સામાન પહેલો ચઢે તે માટે લાંચ -ભ્રષ્ટાચાર કરેલો એવું ‘અડધી રાતે આઝાદી’ માં ક્યાંક મેં વાચેલું.બસ. આંના ના ભ્રષ્ટાચાર  થી શરુ થયેલી ગંગોત્રી આજે કરોડો ખરબો ની  ગંગા સાગર બનીને લહેરાઈ રહી છે.કોઈ ૫૬ કરોડ તો કોઈ ૫૬૦૦૦ કરોડ ના ફુલેકા ફેરવે છે.જેની ‘લાઠી એની ભેંશ’ એ હદે હવે લુટારા -પિંઢાંરા ઓ સરેઆમ ચોરાહા પર આવી ગયા છે. વિશ્વના ટોચ ના રાષ્ટ્રો માં હવે મુલ્ય પણ ખોઈ ચુકેલા  આપણા   રાષ્ટ્રમાં કોઈ પણ કામ કરાવવું હોય, કોઈ હાઈ ટેક સાધનો, લશ્કર ના ઉપયોગની ટેકનીક હોય કે ચીના ઓ ના ફાલતું મોબાઈલ અહી વેચવા બજાર જોઈતું હોય, બસ..દલાલો હાજર !. લોબીઈંગ કાર્યરત? આ લોકોની જમાત પાછી છછુંદર જેવી એક બીજા ની પૂછડી મોઢા માં ઘાલેલી! ચેનલ ઉપર થી નીચે સુધી ની?

ખેડૂત ને ૫ લાખ આપી આગળ ૬ ઉમેરી ૬૫ લાખ ના બના ખત કરવા હોય કે ત્રણ મહિના માં ડબલ ની સ્કીમ મુકવી હોય.  ભારતમાં  તમારા  માટે સુલભ ચેનલ તૈયાર છે. પૈસા ફેકો તમાશા દેખો જેવું છે. ચપરાશી થી ઉપર સુધીના તમામ મદદગારો -ગદ્દારો-જયચંદો-તૈયાર છે. વિશ્વમાં સૌથી મોટું બજાર ભારત છે અને ૨૦૩૦ માં તો આપણે ”મોટ્ટા ટોળા” ના માલિક પણ બની જઈશું પછી? હાથી ખાય પણ એટલું ને જાય પણ એટલું! એ ઉક્તિ અનુસાર બધું થશે.

ભારત જેવા વિશાળ દેશમાં કોઈ નાનો બાબુ ફેક્ટરી ના સરનામાં માં ફેરફાર કરવાના ૧૫ હજાર માગે તો કોઈ અમલદાર ની પત્ની પાસે ૨૫૬ વીટીઓ.૩૬ બંગડીઓ અને બીજું ઘનનું ઘણું હોય જે જાહેર ન થાય. આવા  ઠેર ઠેર ફેલાયેલા  ‘અધિકૃત  લુખ્ખા’ ઓ એ કેટ કેટલું ભેગું કર્યું હશે? ભ્રષ્ટાચાર નો કોઈ હિસાબ ન હોય છતાં ઉડતી નજર નાખી ને જુઓ કે ભારત માં  સ્કેમ્સ માં કેટલા હજ્જારો કરોડ તમારા મારા ખિસ્સાના ચાઉં કરી ગયા છે એ લોકો, જે સત્તા પર છે અથવા બ્યુરોક્રેટ્સ છે.કે હતા.

ડીફેન્સ ના ‘ચોપર’ ની ખરીદી ના એક સોદા માં ૭૫ કરોડ નું સ્કેમ. વોડાફોન ટેક્ષ ડીસ્પ્યુંત ના નામે ૧૧૦૦૦ કરોડ નું સ્કેમ.શારદા ચીટ ફંડ  ૨૦,૦૦૦ કરોડ નું ઉઠમણું! પવન બન્સલ નું રેલ રીકૃતમેંત માં ૯૦  લાખ નું બ્રાઈબ કૌભાંડ.ઘેરવાજબી ફાયદો કરી આપતું કોલ કૌભાંડ? ૧.૭૫ લાખ કરોડ ની સનનન……લુટ?સેના માટે તાતા ની ૭૦૦૦ ગાડીઓ ની ખરીદી માં ૭૫૦ કરોડ ની મલાઈ! યુ પી માં NRHM  જેમાં ૧૦૦૦૦ કરોડ નું સ્કેમ માયાવતી એન્ડ કમ્પની એ કર્યું જેમાં રૂરલ હેલ્થ મિશન ના નામે કેટલાય ના [૫] મર્ડર પણ થયા ?અને બીજું પણ ઘણું બધું?!??? ઈસરો નું દેવાસ ડીલ ના નામે અંતરીક્ષ બાબતો ને લઈને થયેલું એક કૌભાંડ જેમાં સી એ જી  એ પણ દરમ્યાનગીરી કરેલી! 2G સ્પેક્ટ્રમ ૩૧૦૦૦ કરોડ નું?.. ચાની લારી વાળા ને ય માહિતી છે એ લોકપ્રિય અને ખુબ વગોવાયેલું’કેશ ફોર વોટ’…એક નવી જ ભાત નું ? આકડો અપ્ર્યાપ્ય ?CWG -૧૪૧ કરોડ …[જા લા બુધિયા ,પટાવાળા ને કહે કે હમણા પાઠ અધુરો છે પીરીયડ બદલવા ઘંટ ન મારે]

સ્ટોક માર્કેટ કૌભાંડ ૧ લાખ કરોડ??[યાદ કરો તુલીપ નો શેર ૨૫ પૈસા થઇ ગયેલો અને સત્યમ ૬.૩૦ થઇ ગયેલો તે આજે??ત્રણ આકડા માં છે. એને આ વાત સાથે કોઈ લેવા દેવા ન પણ હોય]પણ જ્યારે ઇન્વેસ્ટર ની ‘ચડ્ડી’ ઉતારી લેવામાં આવે  ત્યારે કૈક ગણગણાટ થતો હોય છે.

ખેર, આપણે આ જોતા આવ્યા છીએ અને જોતા રહીશું. ચીન માં ૧૦૦ કરોડ નાં ગુન્હા માટે મૃત્યુ  દંડ પણ આપણે ત્યાં ??…[એમને લીલા લહેર ]

સમાન્ય માણસ માટે સારું શાક ન મળે તો કાઈ નહિ એ લોકો સારવાર માટે  ચાર્ટર પ્લેન માં જાય એટલા સમૃદ્ધ થતા જાય છે. નસીબ એમના સારા કે આપણાં ખરાબ???
ઓહો…ટાઈમ સમાપ્તિ કી ઘોષણા….પટ્ટાવાળા એ ઘંટ મારી દીધો.,
જય હો..

Advertisements

મધ્યાન્હ ભોજન?..મેરે પાસ આઓ મેરે દોસ્તો એક કિસ્સા સુનો….

                                           A man holding the body of his daughter inside an ambulance in Patna, India, on Wednesday. Twenty-two children died after eating a free midday meal at a primary school in Bihar State.

 

બહુ વગોવાયેલી ચવાયેલી અને હલકી ગુણવત્તાની ચીજ વાપરી ને બાળકો ના પેટ માં પધરાવવાની સ્કીમ નામે ‘મધ્યાન્હ ભોજન ‘?!?

કેટલાય કિસ્સાઓમાં બાળકો ના ફૂડ ની નિષ્કાળજી થી સેકડો બાળકો નો ભોગ આજ સુધી લેવાયો છે પણ હજી ય બેદર્કારીઓ ચાલુ છે અને છાવરી ને ‘ફાઈલ બંધ’ કરી દેવામાં આવે છે. જેમણે પણ પોતાના વ્હાલસોયા સંતાનો ગુમાવ્યા છે એમની પીડા એ જ સમજે બીજા ને ન સમજાય .જ્યારે કોઈ હાદસો બને કે સામુહિક મોત ની ઘટના બને તેની જાણકારી વિશ્વમાં નેટ માધ્યમથી સેકન્ડો માં પહોચી જતી હોવાની સભાન જાણકારી હોવા છતાં સરકાર-અમલદારો નેતાઓ અને વચેતિઆઓ આંખ આડા કાન કરી ને ‘જાગતા મુતરે છે’ જેનું કોઈ ઓસડ નથી. આપણે ત્યાં છાસવારે સ્કુલ ફૂડ પોઈઝનીગ  ઘટના બને છે નવી નથી.છાસવારે રોડ અકસ્માત થાય તેમાં રીક્ષામાં ૬ મરે છકડામાં ૧૨ જીપડામાં ૧૮ ? છે કાઈ કહેવા જેવું! અલાભાઈ, છકડામાં ૧૨ કેમ નાં મરે?..ફૂડ ની વાત ફરી કરીએ તો સરકારને એમ છે કે ખાવાનું આપીશું તો ભણવા બાળકો આવશે!પણ સત્યો જુદા અને બેહુદા છે. બધે એક નથી અને બધે આવું નથી એ અલગ વાત  છે. વિશ્વના અખબારોમાં આ સમાચારો છપાઈ ચુક્યા છે અને આપણી એકવાર ફરી જાંઘ ખુલ્લી થઇ છે તેની છોછ જવાદો શરમ પણ નથી રહી. બિહાર ને અત્યારે ટાર્ગેટ કરીને બધા તૂટી પડ્યા છે એવું ગુજરાત અને અન્ય રાજ્યો માં થયું છે અને થતું રહેશે એ નિ:શંક  છે. જે રાષ્ટ્ર ‘ભ્રષ્ટ’ હોય ત્યાં કોઈ અપેક્ષા પૂરી થતી નથી અને કાયદાઓ ય તેની યથાર્થતા ગુમાવી દેતા  હોય છે. અહી આપણે યુ. કે.  કે યુ. એસ. જેવી સ્કીમ અને સંચાલન ની ખેવના રાખી ન શકીએ પણ કમસે કમ બાળકો મૃત્યુ પામે એ હદ ની લાપરવાહી અને ગુન્હાહિત છેડ્છાની  અને કાવતરાઓ ચાલવી લઈએ તે વાજબી ખરું? આ યક્ષ પ્રશ્ન છે. 

ઘણા વર્ષો પહેલા ની વાત છે બરોડા દેરી ના દૂધ કેદ્રો પર મમરી નામે એક સુપર્બ ફૂડ મળતું હતું જે બાળકો જ નહિ મોટેરાઓ માં પણ પ્રિય હતું. આજે ?ગાયબ?!દુધમાં ગોલમાલ!પાણીમાં અશુધ્ધિઓ! હવામાં પ્રદુષણ?ક્યા સુધી?

જનતા ને ઘેર્માર્ગે દોરી ને જાહેરાતો માં ય કમાણી શોધતા આ ‘નરાધમો’ અટકશે ખરા? ક્યારે?.વર્ષો પહેલા એક ગીતકારે બહુ સુંદર શબ્દો માં ગીત લખેલું …પૈસે કી પહેચાન યહાં ઇન્સાન કી કીમત કોઈ નહિ બચકે નિક્લજા ઇસ બસ્તી સે કરતા મહોબત કોઈ નહિ.કેટલું સાપેક્ષ?? કોઈના બાળકો ના મોત પર પણ બેશરમી બતાવવાની અને ઢાંક પીછોડો કરી હતા ને નહતું ને નહતા ને હતું કરનારાઓ લાજે અને અટકે તો સારું વરના …..[હમ કુછ નહિ કર શકતે. ]

સર્કસ….હા બાબુ યે સર્કસ હૈ શો તીન ઘંટે કા……

Lion-Tamer11

[એક મિત્ર વડોદરામાં સર્કસ લાગ્યું એટલે બાકડા પરિષદ માં એમ બોલ્યા  કે હવે તંબુ નહિ ઉઠે ત્યાં સુધી વરસાદ ન આવે! બસ એ વાતે મને થોડું દુખ થયું એટલે  મારી જૂની પોસ્ટ મેં સર્કસ ના કસબીઓ અને પ્રાણીઓ ને અર્પણ કરવા ફરી મુકવા વિચાર્યું જેથી સર્કસ માટે મરી પરવારેલી સંવેદના ઓ જાગે ને સર્કસ માટે નો આવો કોઈ પૂર્વગ્રહ હજી કોઈના મના માં હોય તો જાય]

રાજકપૂર ની જીવનની શ્રેષ્ઠ ફિલ્મ અને એની અંગત મહેચ્છા ની આ ફિલ્મ જો કે તેની અપેક્ષા પ્રમાણે ચાલી ન હતી પણ એની ફિલસુફી આજે ય એટલી જ ઈફેક્ટીવ અને સફળતા ના ફંડા માની એક છે. અને રહેશે. ‘શો મસ્ટ ગો ઓન’. પણ આ શો ની સૂરત  સરકારે બેહુદી કરી નાખી છે. જે હાથી ને  સાઈકલ ચલાવતો જોવા, કે જે સિંહ ને ટેબલ પર ઉભો રાખી રીંગ લીડર ખુલ્લા તંબુ માં  તેની પાસે કરતબ કરાવતો તે જોવાની મજા બગાડી નાખી છે.  હવે સર્કસ નહી કસરત જોવા જવું હોય તો જાવ !

ઓસ્ટ્રેલિયન ગ્રેટ મોસ્કો સર્કસ ના દમદાર પડાવ ની આ એક ઝલક હવે અલભ્ય??

ભારત માં કાયદા બેહુદા જ નહિ ઘણા તો ‘હાસ્યાસ્પદ ‘ અને ‘કસુવાવડ’ જેવા છે તેમાના કેટલાક કાયદા અહી અમલી છે જેણે  સર્કસ ની જાહોજલાલી ને તહસ નહસ કરી નાખી છે. પ્રોફેસન ની રીતે સર્કસ ના પ્રાણીઓ ની શુશ્રુષા તેના માલિકો અવલ રાખતા જ હતા અને વનરાજો ને એમનો લાગો મળતો જ હતો.પ્રાણી સંગ્રહાલયો ના વનરાજ શું ખાતા હશે અને એમના ‘માંસ’ નો હિસ્સો કેટલા શાકાહારીઓ ‘ખાતા ‘ હશે ?તે વનરાજો ના લાચાર ચેહરા જઈ ને જોજો. ખબર પડી જશે કે એમની દેખભાળ થાય છે કે કેમ?  હાથી તો જાણીતું શાકાહારી પ્રાણી ! વડ ના પાંદડા ખાનાર ને કોણ ભૂખ્યું રાખવાનું હતું?પણ ના…અમે કહ્યું કે પ્રાણીઓ નહિ એટલે નહિ!.અહી એક રમુજ જે અવારનવાર લખું છું તે જ લાગુ પડે છે.સરકાર બોલે એટલે બાવા જેવું ”જા બેટા તારું નખ્ખોદ જાય!”

તમે ને હું એમના ગમે તેટલા કપડાં ઉતારીએ, એ જમાત ‘નફફટ’ !!

હવે મૂળ વાત કરીએ તો.જગત માં આજે યુ એસ ,યુ કે નેધરલેંડ ન્યુઝીલેન્ડ ઝર્મની ઓસ્ત્ર્લીયા વિ વિ દેશો ના ૧૮૦ થી વધુ જાણીતા અને ઓછા જાણીતા બેનર્સ મેદાન મા છે. આપણે ત્યાં માણસો અને ગરીબો પર ના અત્યાચાર ની કોઈ ઠોસ વિચારધારા ભલે ‘લબ્બુક’ હોય પ્રાણીઓ માટે જુદા સર્કસ ના પ્રાણીઓ માટે ની દયા ના ‘ભારેખમ કાટલાં’ છે ![હું પ્રાણીઓ નો વિરોધી નથી].સર્કસ ના કસબીઓ ની મહેનત નું મફત મનોરંજન કરવા કેટકેટલા ડીપાર્ટમેન્ટ ના માણસો ત્યાં પહોચી જાય છે તે જીભ નહિ કબુલે પણ મન જરૂર કબુલશે.  આ નોટ વાંચનાર એકાદ તો હશે જેણે એકાદ વાર ઘેરલાભ લીધો હશે.પ્રાણીઓ ની મહેનત નો!પીંજરા માં પોપટ ન પળાય પણ જાહેર માં મરઘી ઓને ટાંટીયા કસીને બાંધી ને બાઈક પાછળ લટકાવી ને સરેઆમ ચોરાહા  પર થી પસ્સાર થાવ તો ચાલે એવું બેહુદુ કામ અહી છે.[ વિવાદાસ્પદ મુદ્દો બનાવવાની જરૂર મને જણાતી નથી . હું કોઈ વર્ગ કે પ્રોફેસન નો વિરોધી પણ નથી કે સુગ થી જોવા ની દાનત થી પ્રહાર કરતો નથી. પ્રાણી દયા નો  મુદ્દો ગણો તો, ભલે મરઘી ઓ મરાય પણ મારતા પહેલા બે ઘડી નું સુખ પણ ન પ્રદાન થાય?મરઘીઓ જગત માં કોઈ ચોક્કસ જાતિ કે  વર્ગ માટે છે ને બીજા બીજું કઈક ખાય છે એમ નથી જ. ‘જ’ ને દસ વાર વાંચવો. ].  હા, તો ભારત માં પચીસ વર્ષ પહેલા જે લોકો એ સર્કસ માણ્યાં છે તેની યાદી કેવી સંવેદના સભર છે તે પુછજો અને આજે?કસરતો રહી ગઈ છે.જગત માં હજી ક્યાંક સર્કસો પ્રાણીઓ ની મદદ લે છે અને સર્કસો ચાલે છે પણ ભારત માં બધું બગાડી નાખ્યું છે.

એક ફિલસુફે બહુ સરસ કહ્યું છે કે ‘આદમી હર ચીજ કો બિગાડ દેતા હે જિસે વહ પકડતા હે’. અને આપણે ત્યાં ‘આદમી’ ને બદલે ‘સરકાર’ વાંચીએ તો ચાલે એવું છે.આંધળો સસરો ને સર્ગટ વહુ?

દૂધપાક માં લીંબુ: નાગા ની પાનશેરી ભારે.

 

ઇસી કે સાથ યે સમાચાર યહીં સમાપ્ત હોતે હૈ..નમસ્કાર. દુરદર્શન દસક ૧૯૮૦.ઝલક.

આજે તો એફ એમ નો જમાનો આવી ગયો અને આર જે માં કોણ સૌથી સ્પીડ માં બોલે એ હોડ લાગી છે એવા  ફાસ્ટ ફૂડ ખાઈ ને ફાસ્ટ બોલનારા આર જે ઓને કોણ  સમજાવે કે એક સમય એ પણ હતો કે દુરદર્શન પર રાતે ૮:૩૦ વાગ્યે સમાચાર પ્રસારિત થતા હતા તેમાં તે સમયના લીજન્ડ ન્યૂસ રીડર્સ ને જોવા લોકો ખાસ સમાચાર સંભાળતા !

જમાનો કોઈ ૧૯૮૪ નો! તમામ ઘરમાં ટીવી નહિ! બીજા ને ઘેર જોવા નીચે પથ્થર પર બેસી જવાનું! બુધવાર અને શુક્રવાર ની ખાસ બોલબાલા. ચિત્રહાર?. રવિવારે રામાયણ! અને તે છોડી ને બીજું?? હમલોગ, યહ જો હે જીંદગી[સફી ઈનામદાર અને મધુ સપ્રે આજના  લોકપ્રિય નાયક પરેશ રાવલ ની પત્ની] અને તે સિવાય કાઈ હોય તો તે સમાચાર ,હા રાષ્ટ્રીય સમાચાર નું પ્રસારણ રાતેર ૮:૩૦ વાગે થતું તેમાં કેવા ચેહરા હતા તેની વાત આજે કરવી છે.

આમાં કોણ મોખરાનું ને કોણ નહિ તે બાબત અસ્થાને રાખી ફક્ત જોવાનું હોય તો

સૌ પહેલા ‘મંજરી જોશી’ ને લેવી પડે.ખુબ સુંદર અદભૂત  ને નયનરમ્ય ચેહરા ની માલકિન. વાળ ની સ્ટાઈલ પણ ખુબ આકર્ષક!  મને યાદ છે કે સુરત ના ગોપીપરા માં હું ને મારો મિત્ર બાલુ મંજરી નો અવાજ સાંભળી ને બાજુ ના ઘેર દોડી જતા.એનો ઘંટડી જેવો અવ્વાજ અને હેર સ્ટાઈલ પર ખુબ જ ફિદા?.એ શું વાંચી ગઈ તે તો રામ જાણે! ચુપકે ચુપકે એને નીરખવા જ અમે જતા.

એવી બીજી હતી  શોભના જગદીશ. એક વિશિષ્ટ પ્રાકારની અને એક જ પ્રકારની હેર સ્ટીલ સાથે તે ઉપસ્થિત થતી પણ પ્રિય લાગે એવી એની છટા. Imageશોભના જગદીશ એક મોહક અદામાં..

બીજી અગ્રીમ હરોળ ની લોકપ્રિય ન્યૂસ રીડર્સ માં મીનું પણ હતી.

જે અંગ્રેજી ન્યુઝ રીડર્સ હતી. આ મીનું ની સ્ટાઈલ પણ મનભાવન રહેતી.૧૫ મિનીટ માં ૧૫ કરોડ ને ઝકડી રાખતી. અંગ્રેજી ન્યૂસ આવે એટલે બાલુકાકા ટીવી બંધ કરે અને અમે જીવ બાળીયે!! હું ને બાલુ એક બીજાની સામે જોઇને હસી લઈએ અને નીકળી જઈએ.બીજું થાય પણ શું? ના ટીવી અમારું ન ઘર ?.

અને કોમલ જી બી સિંહ..  ખુબસુરત.

નીચે ની તસ્વીર વાળ  માં ગુલાબ સાથે હમેશા ઉપસ્થિત થતી સલમા સુલતાન ……

હિન્દી ન્યૂસ રીડર્સ માં સાલમાં સુલતાન ની વિશિષ્ઠ સ્ટાઈલ..હમેશા વાળ માં ગુલાબ નાખી ને જ આવતી અને ‘બેસણા માંથી ઉઠાડી  ને પરાણે ન્યૂસ વાચવા બેસાડી હોય એમ ફ્લેટ’ અને કોઈ જ પ્રકાર ની હાવભાવ વિનાની  આંખો થી દર્શકો ને ખખડાવતી હોય એવી તીરછી નજરે કેમેરા સામે જોવાની એની અદા? ‘રાષ્ટ્રપતિ’ બોલે તો ‘રાશ્પતી’ જ સંભળાય! અને ખાસ છેલ્લે ”ઇસી કે સાથ યે સમાચાર યહી સમાપ્ત હોતે હે’ કહી  ને જરાંક  અમથી અંગુઠા અને પહેલી આંગળી થી હોઠ પોહળા કરી આપતી .બસ! ઉપકાર ગણાતો. એ સલમા સુલતાન વિષે તરેહ તરેહની વાતો થતી. એની મુખમુદ્રા કરતા એની પહોચ વધુ હતી એવું કહેવાતું!

પણ, હવે આવે છે વાત પાછી ગીતાંજલિ આઈયર, એ પણ સારી રીડર.

ઓર જિસકી બાત ન હો તો…એ

અવિનાશ કૌર સરીન

 જેમ જમણ માં મીઠાઈ ન હોય તો જમણ ફીકું એમ ન્યૂસ રીડર્સ ની વાત હોય અને આનું નામ ના લઇ એ તો બાકીનું ફિક્કું! ન સિર્ફ  સમાચાર ઇસકી હર બાત હટકે હોતી થી. પ્રેઝન્ટેશન  માં પણ નજાકતતા અને દેખાવમાં પણ ! ન્યૂસ જ નહિ ટીવી પણ ગમી જાય. સમાચાર પત્યા પછી ય ટીવી સામે જોઈ રહેવાનું મન થાય  એવી મોહક છટા. આ બધું દુરદર્શન પર જોવાનો લ્હાવો જેને મળ્યો છે તે જ જાણે છે કે કોઈ ક્ષેત્ર ના આવિષ્કાર નો ઉગતો કાળ હોય ત્યારે કેવી કાળજી પૂર્વક નું સંચાલન એમાં થતું હતું ? ન સિર્ફ ‘આઈટમ ગર્લ ‘ પણ એનાથી વિશેષ.

કીન કીન કે નામ લુ જો રોજ હોતા હે..જેવું જ છે. બીજી ઘણી ન્યૂસ રીડર્સ નાં નામો હૈયે ને હોઠે છે..કાવેરી મુખર્જી,સરલા માહેશ્વરી ,સંગીતા બાલી, સાત લીટીઓમાં સાત સમુન્દર પીવા જેવું કામ છે.

વાત ખુસુરત ચેહરો ની જ કરી તો હવે પુરુષ ન્યૂસ રીડર્સ ને ય ન્યાય આપવો રહ્યો.

‘સમ્મી નારંગ’..એનું નામ આવે એટલે અમારું નાક ચઢી જાય.એનું નાક પણ ટોટા જેવું. પણ ચાલતી જતું.બીજો વેદ પ્રકાશ , એ હળવો લેક્ષેટીવ  જેવો ..શાંતિ થી ફરજ બજાવી લેતો. સુનીત તંડન, આં જરા દમદાર ખરો!  તેજેશ્વર સિંહ ની અદા  કબીર બેદી જેવી જ  રહેતી. પ્રણવ રોય , જરા મોહક નામ અને આખો પ્રભાવશાળી ખરો.

જેવા હોય તેવા પર ‘ હર એક ફ્રેન્ડ જરૂરી હોતા હે’ જેવું હતું.

આં બધી વાતો તો કોઈના અંગત પ્રેઝન્ટેશન અને લોકપ્રિયતા ની ટોચે રહેવાની થઇ પણ    દુરદર્શન પ્રસ્તુતિ વિષે એક કડવું સત્ય તે જમાના માં બોલાતું હતું તે પ્રસ્તુતિ નું અપભ્રંસ કરી ને બોલાતું તે આવું કઈક હતું..”દુરદર્શન પ્રસુતિ”. આજે શું છે ખબર નથી.

ટાઈમ..વક્ત ઓર ઇન્સાન.સમય સે કોન લઢાં મેરે ભાઈ……

પૃથ્વી  પર  ના તમામ જીવ સમય ના ગુલામ છે એ નિર્વિવાદ હકીકત છે.આ વાત સજીવ શ્રુષ્ટિ  ના તમામ જીવો ને લાગુ પડે છે.સ્થળચર-જળચર-નભચર- ઉભયજીવી પ્રાણી-પશુ પંખી સૌ ને એકસમાન લાગુ પડે છે. ગાંધીજીને સમયે જ ‘ મહાત્મા’ બનાવ્યા હતા. એટલી ને સમયે જ ભારત ને સ્વાધીન બનાવવાના નિર્ણયના અધિકારી બનાવેલા અને વિન્સ્ટન ચર્ચિલ જેવા ને સમયે જ ‘સાંસદ’ બનાવી ઈતિહાસ ના મુક સાક્ષી બનાવી દીધેલા એ કોણ ભૂલે?. માણસ ગમે તેટલા ઉધામા કરે ધમપછાડા કરે પરંતુ સમય એની નિયત ચાલ પર એને ચલાવીને જંપે એ હકીકત છે. 

ઇસરાઇલ ના પેલેસ્તીન -ગાઝાપત્તી સાથે ના સંઘર્ષ ની વાતો બહુ જાણીતી નહિ પણ ઓછી વંચાયેલી હોવાથી સમય ના બળવાન હોવાની વાત ને જોડતી બહુ દમદાર કહાની છે.એક ડોક્ટર જે ઇસરાયેલ માં ભણી ને ડોક્ટર બને છે એને સમય ની લપડાક ગઝાપત્તી ફંગોળે છે અને એને જ પેલેસ્તીન ની હોસ્પિટલ માં દુશ્મન ના બાળકો પેદા કરવાની ડ્યુટી મળે છે…સમય ની બલિહારી નહી તો બીજું શું? કલાકો ની રઝળપાટ અને થકાન પછી પેલેસ્તીન જઈ ને સેવા કરનાર ને પત્રકારો પૂછે છે કે તમને દુશ્મના સંતાનો પેદા કરો ત્યારે કોઈ દુર્ભાવ થાય છે?જવાબ મળે છે..ના.મારું કામ તબીબ નું છે કોઈને જિંદગી બક્ષવાનું નહિ કે તોડવાનું? ફરી પાછા ગાંધીજી ની એક વાત પર આવીએ તો હીરાલાલ એમનું ‘નપાવટ ફરઝંદ’ હતું દેશની ૩૦ કરોડ જનતા ને સાથે લઈને ચાલનાર ઘરના પુત્રથી મ્હાત થયેલા હતા.સમય?.. વક્ત ફિલ્મ નું એક દ્રશ્ય આ સમજવા બહુ  માર્મિક હતું કે બલરાજ સાહની સમય ના બળવાન હતા ત્યારે અને એક ઝટકે વાવાઝોડા ની ઝપટે ચઢી ગયેલી પેઢી તહસ નહસ થઇ ગયા પછી એ જ પેઢી ના બોર્ડ પર પગ મૂકી ને ભટકતા ઇન્સાનમાં એમને ફેરવી નાખે છે તે પણ સમય? આવા તો અનેક ઉદાહરણો આપને જોયા સાંભળ્યા છે 

  મને એક વાત વર્ષો પહેલા ની યાદ આવે છે મહેમદાવાદ ગામ માં એક વખત બહુ સક્ષમ અને બીગ બોસ્સ ગણાતા એવા એક કોંગ્રેસી નેતા નામે બી બી પંડ્યા -બંસીલાલ બાપાલાલ પંડ્યા હતા જેઓ ના ઘરે સવારથી સોનાવાલા હાઈસ્કુલ ના ચપરાસી થી લઇ ને કેટલીય સંસ્થાના ચેરમેન,પી આઈ, સ્થાનિક લઘુ નેતાઓ વિ વિ આવતા. ઘર એમનું સદૈવ માણસો થી છલકાતું રહેતું. તેઓ પોતે પણ એ જમાનામાં હોઉંસિંગ બોર્ડ ના ચેરમેન હતા.હું સ્થાનિક ‘સરદાર નગર ડેવલપમેંટ કોર્પોરેશન’ નામે એક સ્કીમ નો કર્મચારી. મારે પણ કામ માટે બી બી પંડ્યા ને ઘરે જવાનું થતું. એમની ફિઆટ માં અમદવાદ લેન્ડ એક્વિઝીશન ની ઓફિસે મી.વાઝા ને મળવા જવાનું બનતું.તેઓ અચ્છા કસરતબાજ[મેં એમને મારી નજર સામે સૂર્ય નમસ્કાર કરતા ૬૦+ઉંમરે જોયેલા છે અને પરસેવે રેબઝેબ થાય ત્યાં સુધી  કસરત કરતા જોયા છે]   અને પુષ્ટ દેહ ના માલિક  પણ સન ૧૯૮૫  પછી ના કોઈ સમયે એમને લકવા નો એટેક આવ્યો અને ખમતીધર બી બી પંડ્યા સુના પડી ગયેલા.  સમાજ ના જે લોકો કુરનીશ  બજાવતા તે અદ્રશ્ય થઇ ગયેલા અને દમદાર ધોતી-ઝભ્ભો -સફેદ ટોપી મોઢામાં પાન [જે ‘ અરવિંદ’ ના ગલ્લે થી જગદીશ નામનો ડ્રાયવર લાવતો ક્યારેક હું પણ એની સાથે જતો] માં સોહી ઉઠતા ‘બી બી’ને એક લગ્ન સમારોહ માં પાયજામાં મેં જોયા ત્યારે હું દ્રવી ઉઠેલો. એ મને તાકી રહેલા અને હું એમને. મારી નજરમાં એમના માટે નો કરુણા ભાવ એ પારખી ગયેલા. એ એવી વ્યક્તિ હતા કે જેમની સિફારસ થી મને સરદાર નગર માં સન ૧૯૮૩ માં  ‘બ્રાહ્મણ નો છોકરો છે'[ પગાર ચોખ્ખો રૂપિયા ૩૦૦.૦૦ નો ડી એ નો સીસીએ નો એચ  આર એ]  ની હેસિયત થી નોકરી મળેલી.વક્ત કિસી ક મોહતાજ નહિ હોતા  એ ઉક્તિ સૌ એ સ્વીકારવી પડે છે. બ્રિટન નો સુરજ ક્યારેય આથમતો ન હતો. આજે આથમે છે અને જે સુરજ બ્રિટન માત્રનો હતો તે આજે દરેક રાષ્ટ્રો નો પોતાનો છે. અમરિકા પણ જેનું ગુલામ હતું તે આજે વિશ્વ નું બળિયું છે. જપાન માટે ભારત માં પ્રચલિત ઉક્તિ હતી કે ‘સાલો જાપાનીસ છે’ એટલે કે નબળો ? તે આજે વિશ્વમાં બળવાન છે. ચીન પણ એવું જ ઉદાહરણ છે. કોરિયા ના બે ફાડચા સમય ની બલિહારી અને એજ ધરતી ના માણસો ના ખૂન ના પ્યાસા બનાવનાર પણ સમય ?!.સદ્દામ ! માર્કોશ? લિયાકત અલી? ઝીનાહ?ઇન્દિરા ગાંધી?લીન્કન???કોણ કોણ ગણવા કોને ભૂલવા?.

 

 

 પ્રાણ… નોટ સોલ….ધેટ ‘શરાબી’ વિકી’ઝ ફાધર…

સમાજ માં લવ અને સેક્સ પછી ની ત્રીજી કોઈ વધારે વંચાતી કે ઉત્સુકતાથી ફમફોસાતી લોકપ્રિય આઈટમ હોય તો તે ફિલ્મી દુનિયા સાથે જોડાયેલી વાતો છે એવું એક અભ્યાસમાં જે તારણ નીકળ્યું છે તે સાવ ખોટ્ટું નથી.

પ્રાણ એક એવા વિશિષ્ઠ કલાકાર હતા જેમના વિષે દિવસો સુધી કોલમો લખાશે અને વંચાશે. આજના ટીનએજર્સ ને કદાચ પ્રાણ વિષે ઝાઝી લાગણી કે સંવેદના ન હોય તે સમજી શકાય એવી વાત છે પણ જેઓ આજે ૫૦ ની આસપાસ ના છે એમની સ્મૃતિ માં પ્રાણ લાંબો સમય સચવાઈ રહેવાના છે એ વાત નક્કી. વાત ૧૯૪૦ થી લઈ ૨૦૦૭ સુધીની રૂપેરી પડદા પર કાવાદાવા વિના ટકી રહેવાની અને  પાત્ર ને  શસક્ત રીતે રજુ કરવાની  સૂઝ  ભૂલાય તેવી નથી.  જવલ્લેજ કોઈ કલાકાર બખૂબી નિભાવી શકે એવા વ્યક્તિત્વના માલિક હતા એ.

સામાન્ય માણસ ને પત્ની સાથે બોલવાનું થાય તો સાંજ સુધી ખોપરી ખસેલી રહે પણ મહાન અદાકારો ની વાત નિરાળી હોય છે તેઓ તેમના જીવન ની અંગત સંવેદનાઓને બાજુ પર રાખી  કેમેરા લાઈટ્સ ઓન થતા બધું ભૂલી જઈ પાત્ર માં એકાકાર થઇ આપણ ને મનોરંજન પીરસતા હોય છે અને આવા સક્ષમ કલાકારની વિદાય  વસમી ન હોય તો જ નવાઈ!

હું જ્યારે દસ વર્ષનો હતો ત્યારની પ્રાણ ની એક જોરદાર અદાકારી ની ફિલ્મ મેં જોયાનું  યાદ છે ” લવ ઇન ટોકિયો”. તે પછી ય ઘણી ફિલ્મો માં પ્રાણ ના અભિનય ના અજવાળા જોયા છે. જેમ ‘શોલે’ અમજદ ખાન વિના અધુરી ગણાય એમ ઝંઝીર  પણ પ્રાણ વિના ની કલ્પી લો! કદાચ ચાલી પણ નાં હોત જો પ્રાણ ન હોત તો !.અમર અકબર એન્થની માં જીવન જેવા જન્મજાત વિલન ની સામે પ્રાણે મુહતોડ જવાબ આપતો અભિનય કર્યો  છે  એ કોણ નાં પાડશે? એના એક દ્રશ્ય માં જીવન પ્રાણ ની  થોડા રૂપિયા ની માગણી નાં જવાબ માં  બુટ પર શરાબ ઢોળી ને એના કોટ ની બાંય વડે લુછાવ્ડાવે છે એ અભિનય પ્રાણ સિવાય કલ્પી જુઓ ! ”ઓહો …ચમક નહિ આઈ” કહી ને વારે વારે બુટ ચમકાવવા ની કસરત કરાવતા વિલન પર દર્શકો ને  ગુસ્સો આવે એવું દયામણું મોઢું કરી પાત્ર માં જાન રેડી દેનાર   પ્રાણ પર પથ્થર પણ આફરીન થઇ જાય તો માણસ ની વાત શું કરવી?

૪૦૦ ફિલ્મો કરનાર અદાકાર ની વાત કરનાર પણ અહી ૪૦૦૦૦ હોવાના. ‘હરિ તારા નામ છે હજાર’ જેવી આ વાત કરવા આપણે ૪૦૦ પાત્રો ની સમીક્ષા ૪૦૦ શબ્દો માં ન જ કરી શકીએ અને દરિયા ને ચમચી માં ભરવાની નાકામ કોશિશ બાલીશ નહિ પાગલપન પણ લેખાય. પ્રાણ બહુ લાંબી આવરદા ના માલિક પણ થયા અને લાંબી કારકિર્દી સાથે વિશાળ ચાહક વર્ગ ના માલિક પણ થયા એ જ એમની જીવનની સફળતા. સફળતા ની સાથે શાન ને ઠેકાણે  રાખી ને જીવવું એટલું જ નહિ મૃત્યુ પર્યંત બધું વ્યવસ્થિત ચાલે અને સન્માન પૂર્વક બીજા જુએ એ રીતે જીવવું એ તો વળી એમની ખૂબી અને  કાબેલિયત ! બાકી અહી સિતારો ચમકતો હોય ત્યારે ગાડીઓ અને સમૃદ્ધી ની રેલમછેલ જોનારા છેલ્લે ગુમનામ અવસ્થામાં સખાવત પર જીવતા અને મૃત્યુ પછી ઉત્તરક્રિયા વિના અટવાતા જોયા ના દાખલા ઓછા નથી.

છેલ્લે પ્રાણ  મારા  એક મનગમતા પાત્ર માં જોયા ની  યાદ અહી ઉતારી અશ્રુસુમન અર્પણ કરીશ.

શરાબી ફિલ્મ માં પ્રાણ કેટલાક  ઉધ્યોગપતિઓ ને આમંત્રે છે. મીટીંગ માં અમિતાભ  શરાબ પી ને આવી પ્રાણ અપમાનિત થાય એવી દશામાં લાવી મુકે છે..અમિતાભ ઉદ્યોગપતિઓ ને ભાગાડી દે છે પછી પ્રાણ અને અમિતાભ કોન્ફરન્સ રૂમ માં જે રીતે સામસામે અભિનય કરે છે એ આજ સુધી  હું ભૂલ્યો નથી. અમિતાભનો હું તે જમાના માં દીવાનો હતો પણ પ્રાણ પર આફરીન થઇ ગયેલો.પ્રાણ ને મહાત કરવા સહેલા નહિ નામુમકીન હતા.

પ્રાણ સાબ કો સત સત સલામ…………………..પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે.