માણસ જાત ની ઉત્પત્તિ પહેલા કદાચ જેની હયાતી હશે તેવું કાઈ જો હોય તો મારી દ્રષ્ટિ એ તે ‘પાપ’ હશે! કારણ કે જીવન માં ન કરવાની કોઈ ક્રિયા કરવા માત્ર થી કે ધર્મ ની અચાર સંહિતા તોડવાની સાથે જ તે પેદા થઇ જાય છે એટલે તેની હાજરી માણસ ની કોઈ ક્રિયા પ્રતિ ક્રિયા પહેલા તે હાજર છે એમ સૂચવે છે.આમ તો તમામ ધર્મો ખોટ્ટું ન કરવાનું જ શીખવે.તમામ ધર્મો માણસ ને પશુ જેવો ન બને અને લાઈન ઓફ કન્ટ્રોલ નું ઉલંઘન ન કરે તેનું અલાયદું ચેપ્ટર રાખે જ છે છતાં માણસ એની ઐસી કી તૈસી કરી નાખીને ય પોતાની મનમાની કરતો રહે છે એ જ પાપ ! પાપોની યાદી દિવસ માં એક વખત જોઈ ગયા બાદ જ પગ ઉંબર બહાર મુકવાનું વિચારીએ તો કદાચ કોઈ થી કોઈ કાર્ય ન થઇ શકે અને કદાચ થઇ જાય તો તે કસુવાવડ જેવા બેઢંગા થઇ જાય કારણ કે જગત માં કરવાના કામો કરતા ન કરવાના કામો ની યાદી લાંબી લચક છે જે તમને કદાચ સારા માણસ બનાવી શકે પરંતુ સફળ બનાવે કે નહિ તે સંદિગ્ધ!જેમ શુકન અને અપશુકન ની થીયરી માં માનતા લોકો ઘણીવાર ખુબ વહેમીલા બનીજાય તે હદે તેને ફોલો કરતા જવા મળે છે.એક ગોર મહારાજ ને રોજ શુકન જોઈ ને બહાર નીકળવાની આદત કહો કે ટેવ હતી તે વહેમ માં ક્યારે પલટાઈ ગઈ તે તેમને ય ખબર ન પડી. એમના નીકળતા પહેલા ગોરાણી બ્હાર આવે પછી બધું સમુસુતર જુએ એટલે એમને ટહુકો કરી ને કહે કે ” નીકળો હવે મોડું થશે” આવું રોજ બનતું. હું પહેલે થી જ અટકચાળો ,મેં એની નોધ લીધી પછી રોજ આઠ વાગ્યા ની આસપાસ હું સામે ના ઓટલે બ્રશ કરવા બેસું. બસ .એ નીકળે નહિ. એક દિવસ ગોરાણી એ મને પ્રેમ થી કહ્યું કે તમે બ્રશ કરવા બેસો છો તે તમારા ભાઈ ને અપશુકન નડે છે એટલે કાલ થી તમે સામે ઓટલે બ્રશ કરવા ન બેસસો. એ બહુ વહેમીલા છે અને શુકન અપ શુકન માં બહુ માને છે. એવું હજી પાપ બાબત માં બનતું નથી જોવાતું એનું કારણ એટલું જ કે વહેમ નું રીઝલ્ટ કાર્ય કારણ ના સંબંધે મળી જતું હોય છે જ્યારે પાપ ને કાર્ય કારણ ના કોઈ છોછ કે બાધ નથી નડતા.હિંદુ ધર્મ, એની વિચારધારા એની જીવદયા, એની માણસ ની ઘડવાની અને માણસ ની દુશવૃત્તિઓને કાબુ માં રાખવાની જે કુનેહ એના ગ્રંથોમાં કે શાસ્ત્રો માં જોવા મળે છે તેના દર્શન નો વિષય આજે પસંદ કર્યો છે. સામાન્ય રીતે ઉંમર પ્રમાણે ‘પાપ’ ના ખ્યાલો માં સમયે સમયે પરિવર્તન આવતું સૌએ અનુભવ્યું હશે. નાનું બાળક કીડી-મંકોડો કે કોઈ ચાલતું જીવડું પકડી ને એને મારી નાખતું જોવાય ત્યારે માં-બાપ એને એવું કહીને ટપારતા જોયા છે કે ‘ન મરાય, પાપ લાગે’ બસ. આ સાથે પાપ ની વ્યાખ્યા માં બેસતું કૃત્ય એના કુમળા મગજમાં ફીટ થઇ જાય છે. પાપ ના લીસ્ટ ની પહેલી ડીલીવરી એ જિંદગીભર ભૂલશે નહિ. ‘હિંસા ‘ કે ‘ અહિંસા ‘ સાથે જોડાયેલી આ થીયરી કોઈ પણ બાળક પછી તે ગમે તે પંથ નું કેમ ન હોય ‘કીડી મારવી એ પાપ’ થી શરુ થયેલી યાત્રાની ગાડી પાછળ ઘણી બોઘીઓ જોડાઈ ને મસમોટી લાંબી ગાડી નું સ્વરૂપ લઇ લે છે. ધર્મ ચાહે કોઈ પણ હોય, માણસ ને માણસ બનાવવા ના જ પ્રયત્ન કરે.અલબત્ત, માણસ જાત અવર્ચંડી છે એટલે કે પોતે જે માને છે તે જ સાચું એવી જીદ કહો તો તે, પણ પોતાનો ધર્મ ઉચ્ચો છે એવા ખોટા ગર્વ માં રચે છે અને નિત નવા કલહ માં પડી ને બેવકૂફ ઠરે છેમાણસ જો ‘પાપ’ શબ્દ થી ડરતો બંધ થઇ જાય તો દુનિયા જીવવા જેવી ન રાખે એમાં કોઈ શક નથી અને એટલે જ દરેક ધર્મો એ પાપ ની આડસ લઈને માણસ નો ઢીલો ઢસ કરી નાખે એ હદે એને પાપ ની બીક બતાવી છે છતાં પાપ કરતા રોકાતો નથી એ પણ હકીકત છે. હિંદુ ધર્મમાં મૃતાત્મા પાછળ ખાસ કરી ને વંચાતું ‘ ગરુડ પુરાણ’ જો કોઈ વ્યક્તિ એક ચિત્તે સાંભળે તો એનું બીપી વધી જાય, જો ઢીલો પોચો હોય અથવા બે ચાર રોગો નો શિકાર થયેલો હોય તો મરી જાય.પાપ કરવાનું સ્વપ્ને ય ન વિચારે!
જેને રૌરવ નર્ક માં જવાની ઈચ્છા ન હોય તે જરા નીચે ની યાદી નિષ્ઠા પૂર્વક એક વાર વાંચી જાય જેથી ખબર પડે કે પાપ કોને કહેવાય? પાપી કોણ કહેવાય!
રવિવારે કાંસા ના પાત્રમાં જમવું, પશુ પર સવારી કરવી,ન ચાટવા જેવું ચાટવું,ન સુંઘવા જેવું સુંઘવું કે ન ખાવા જેવું ખાવું,બ્રાહ્મણ નું ધન ચોરી લેવું, સૂર્યોદય પહેલા કે સુર્યાસ્ત પછી જમવું.પરસ્ત્રી ને ખરાબ દ્રષ્ટિ એ જોવી,સ્ત્રી ની મારપીટ કરવી,કોઈને ખોટી સલાહ આપવી,
હવે આ યાદી જોયા પછી શું કરવું એ મગજને ચકરાવે ચઢાવવા જેવુ હોઇ અટકાવી છે . આ બધું હવે પાપ કહેવાય એ પણ ઘણાને નાટકીય લાગી શકે પરંતુ હકીકતે છે . . . . અસ્તુ