ટ્રાફિક સેન્સ-ટ્રાફિક પોલીસ-યે અન્ધા…કાનુન હે.

વડોદરા ના રાજમાર્ગો પર હમણાં હમણા એક કૌતુક જોવા મળી રહ્યું છે અને તે સામાન્ય નહિ અસામાન્ય કૌતુક! નવી વહુ આવે એટલે ગયા વર્ષે પરણેલી હોય તે આપોઆપ સીનીયર થઇ જાય કે નવી પર રોફ જમાવે તે સહજ અને સ્વીકૃત ગણાય એવા દ્રશ્ય  વડોદરા ના રાજમાર્ગો પર  જોવા મળી રહ્યા છે. પેલા ભૂરા   કપડા વાળા એમને તેનાત માં મળ્યા પછી એ સીનીયર ગણાવા લાગ્યા છે. આમ પણ ટ્રાફિક પોલીસની કામગીરી, એમનો પબ્લિક એટીટ્યુડ, એમનો ફીઝીકલ એપીઅરન્સ, એમની ફરજ પરસ્તી અને દંડુકો લઈને ચા ની લારીએ જઈને કામ થી થાકી જઈને મોટ્ટો કોઈ ચેઈન્જ લેવા આવ્યા હોય એવા દ્રશ્ય જોઇને હસવું ય આવે અને જવાદો…..

વાત જાણે એમ છે કે ટ્રાફિક પુલીસ આમ કેમ કરે છે તે નહિ પણ આમ કેમ કરવું પડે છે તે ય પ્રશ્ન ખરો. એમના વર્કશોપ માં એમની કાર્ય પદ્ધતિ બાબતે કોઈ સૂચનો, એમની મોડસ ઓપરેન્ડી[ આ શબ્દ ખાસ કરી ને ગુનેગાર ની કાર્ય પદ્ધતિ માટે વધુ પ્રચલિત છે પણ એનો ઉપયોગ સીમિત ન સમજવો] બદલવા કોઈ પ્રયાસ નહિ થતા હોય કે તેઓ બદલાતા નથી એ જ સમજાતું નથી.

સામાન્ય સ્પીડે જતા વાહન અને શાંતિ થી ચલાવતા  ચાલકો ને ત્રણ ચાર પુલીસ વાલા દંડુકો બતાવી ને એમનું વાહન સાઈડ પર કરાવી ને પેહલા તો એમની ‘ચંદા ની ચોપડી’ ખોલશે.પેન ખોલશે પછી અધુરેથી આગળ પાવતી નો અડધો ભાગ પાછળની બાજુએ ઝટકા થી ફેરવી બધી તૈયારી કરી લઈ કરડાતી આંખે પૂછશે…

લાયસન્સ છે ?બતાઓ?

લો.. 

પી યુ સી લાવો
હવે ખરો ખેલ પડી ગયાનો સંતોષ એમના ચેહરા પર જણાશે. ૫૦ રૂપિયા લાવો.
મૂળ ખાટલે ખોડ એ છે કે જે વાહન માંથી ધુમાડો નીકળતો હોય તે પકડો અને ફોર સ્ટ્રોક એન્જીન વાળા વાહનો જે ધુમાડો જ બનાવતા નથી એના ચાલક પાસે પી યુ સી માગવાની જરૂર ખરી?પ્રશ્ન ૨.તમે મોબાઈલ પીયુસી યુનિટ રાખો અને પીયુસી કરાવડાવો તો સાચા માર્ગે એક અભ્યાસ થાય અને જરૂરી બિન જરૂરી નું તારણ નીકળે. બીજું કે જેઓ પત્ની સાથે કે બાળક સાથે નીકળ્યા છે તવા ચાલકો શું ગમેતેમ વાહન હાંકશે? તેની પાવતી માં ય તમે કલમ ૧૭૭ ૧૮૪ કે ૧૮૫ લગાડી ને બસ એક ઘરેડ માં બધાની પાવતીઓ ફાડ્યા   કરો તે પણ વાજબી વાત ખરી?
હવે વાત પબ્લિક ની ય લેવી પડે.આર ટી ઓ માં લાયસન્સ માટે ટેસ્ટ આપવા જાય ત્યારે તો જાણે ટ્રાફિક રૂલ્સ પર પીએચડી કરી ને છેલ્લે લાયસન્સ લેવા આવ્યા હોય તેમ  ચક્કર લગાવતી વખતે સિગ્નલ લાઈટ્સ ઓન કરશે.હાથ બતાવશે.અવનવા નવા નિયમો જે આરટીઓ નથી જાણતો તેની જાણકારી તે  ધરાવતો હોય તેવી મગરૂબી ચેહરા પર લાવશે અને જ્યાં રોડ પર મ્હાલવા નીકળશે ત્યાં બધું ગાયબ?!? પૂરી બેદરકારી ને પૂરી બેજવાબદારી દેખાઈ આવે એમ વર્તે તે ય વાજબી નથી. કરડે માક્ણ ને માર ખાય ખાટલો જેવા હાલ નિર્દોષ ચાલકો બેજવાબદાર ચાલકો ને કારણે ભોગવતા મેં જોયા છે.
ખેર,આગે સે ચાલી આયી હે ની જેમ પાવતીઓ ફાટશે.નિર્દોષો પીટાશે સરકાર ની તિજોરી આ રીતે પુલીસ ભરશે અને ચાલકો ય આવા ને આવા રહેશે એ નક્કી.
હવે પછી હું આમ નહિ કરું કે તેમ નહિ કરું તેવી સાચી સમજદારી લાવવી ક્યાંથી? બાપુઓ-મહારાજો -સ્વામીઓ-ગુરુઓ-લાખો લોકોને પંડાલોમાં બેસાડી ને ગમે તેટલું શીખવતા હોય ઘેર જઈ ને નાહ્યા પછી પાણી સાથે બધું જ્ઞાન પણ ધોવાઈ જતું હોય તેવા રાષ્ટ્ર માં કઈ મેથડ નાગરિક ને સુધારે ? એ ય ભારત માટે સંશોધન નો નવો વિષય છે.
હવે પછી તમારી પાવતી ફાટે ત્યારે પુલિસવાલા ને કહેજો કે મેં ૧૭૭ ૧૮૪ કે ૧૮૫ પ્રમાણે શું કર્યું? અને જો થોડી વધુ હિમ્મત હોય તો એટલું જ કહેજો કે પાવતી ની પાછળ ની કોલમ નંબર ૩ વાંચો…હું દંડ નહિ આપું કોર્ટ માં જઈ ને સમાધાન કરીશ. પછી જોજો. શું થાય છે? ૫૦ બચે તો મને જાણ કરજો અને ઘેર સાંજે જતા બચ્ચા માટે બે વેનીલા લઇ જજો. એ ભી એક રાઝ કી બાત થી જો મેને કહી હે.,આ વાક્ય ઓશો ના ઉપનિષદ નું પ્રથમ વાક્ય છે..મેં વહી કહૂંગા જો મેં જાનતા હું.
કડવું સત્ય:ગોળ ખાવાનું બંધ કર્યા પછી જ કોઈને ગોળ ન ખાવાની સલાહ અપાય.[સંત જ્ઞાનેશ્વર]

//

//

//

//

//

//

//

Advertisements

વર્લ્ડ નો ટોબેકો ડે…મજાક કી ભી કોઈ હદ હોતી હે…

વિશ્વના સુખિયા સમૃદ્ધ  અને શિક્ષિત દેશો એ જાત જાત ના દિવસો ઉજવવા ની એક પછી એક જાહેરાતો કરીને  વિશ્વમાં ખૂણા માં પડેલી નક્કામી ચીજો ને કે જરૂરી જાગૃતિ માટે લોકોને પ્રેર્યા છે એ પણ નોધવા જેવી બાબત છે. તાજેતર ની વાત કરીએ તો વિશ્વ ટોબેકો દિવસ 31/05/૨૦૧૩  ને  રોજ ઉજવાશે  . વિશ્વ માં જે શિક્ષિત રાષ્ટ્રો છે તેમને તેમના નાગરીકો ની કેવી પડેલી છે તેની ભારત બહાર નીકળીએ કે ત્યાં જઈને થોડો સમય ગાડીએ તો સમજાય કે એ રાષ્ટ્રો જે પણ દિવસ ઉજવે તે કેવી તકેદારીઓ રાખી ને ઉજવે છે.આપણાં દેશમાં ભ્રષ્ટાચારે  માઝા મૂકી છે એટલે ‘જેટલા કડક કાયદા એટલો કડક તોડ’ એવું સમજવાનું. જાહેર માં બીડી પીવાનો દંડ ૨૦૦ રૂપિયા હોય તો ‘તોડ ‘ ૫૦ થી ઓછો વધુ હોઈ શકે છે એવું ગર્ભિત સમજી લેવાનું.બાકી તમ તમારે બીડી જ નહિ  જે પીવું હોય તે પીઓ. બે ઢંગી નીતિ અને બેઢંગા કાયદા અંગ્રજો ગયા ત્યારથી દેશ જોઈ રહ્યો જ છે અને હજી જોશે. ઉગતી પેઢી પણ છેલ્લે આજ કુનીતિ નો શિકાર બની તેની જ પનાહ માં શરણ લેતી થઇ જશે એક દિવસ.આજની વાત જે મુખ્ય છે તે વ્યસન મુક્તિ- સ્વાસ્થ્ય સુરક્ષા અને ગંભીર રોગો સામે જાગૃતિ જ જો દેશ નો મુદ્દો હોય તો કાઈ ખોટું નથી જ પરંતુ દેખતે ડોળે અનદેખી કરવાનું પાપ કરી ને જનતા ને અને વિશ્વ ને એવું બતાવવાનું કે ભારત પણ જાગૃત છે એ વાત મને તમને સૌને ખુચે એવી છે. મને  ભણેલી લીલી અને અભણ લીલા ની રમુજ યાદ આવે છે  અભણ લીલા ભણેલી લીલીને કહે છે કે ચાલ લીલી  શાક લેવા આવવું છે ? લીલી કહે છે કે હું બીઝી છું અને લીલા ની સમજદારીની મજા આવે છે કહે છે હું તો તમારા ભાઈ ની ત્રીજી છું એમાં શું શરમાવાનું ! લે, તારી ભલી થાય !!પેલી કહે છે કે હું બીઝી છું પેલી સમજે છે કે એ ‘બીજી’ છે એટલે જાહેર માં જતા શરમાય છે. આવું જ કઈક આપણાં દેશમાં ચાલી રહ્યું છે. કોઈ કહે છે કઈક આપણે સમજીએ છીએ કઈક?એક અખબાર માં વાંચ્યું કે એક એનજીઓ સર્વે માં અમુક તમુક ને પૂછે છે કે જાહેર માં બીડી પીવાનો દંડ કેટલો છે ? તેની જાણકારી બહુ ઓછાને હતી. અલા ભાઈ, એની કાં માંડો છો એવું પૂછો  કે શહેર માં કઈ જાતના પાન મસાલા હજી ચુપકે થી ગુટખા વેચે છે કે કયા પણ મસાલા સાથે સેન્ટેડ તંબાકુ નું પાઉંચ એની સાથે ફ્રી મળે છે? જે બન્ને ને તોડી ને ભેળવી ને ખાવાનું અને એજ મસ્તી એજ સ્વાદ અમે તમને સદાય આપતા હતા તે આપતા રહીશું એવી ખાનગી ખાતરી અકબંધ રીતે અપાઈ રહી છે?. છે કોઈની હિમ્મત! આ લખનાર ને ગઈકાલે જ એક ખાતરી થઇ ગઈ છે કે કાયદા ગમે તેટલા કડક હોય કાઈ થવાનું નથી. આ બાબતે કહેવાનું  એટલું જ કે દારૂબંધી કરી તો દારૂ નું વેચાણ -પીવવાનું અને જાહેર માર્ગો પર લથડવાનું પ્રમાણિકપણે બંધ થવું જોઈએ અને એ જોવાની ફરજ તંત્ર એ રાખવી ય જોઈએ. પાછલા બારણે બધું ચાલતું રહે અને સબ સલામત હોવાનું માનીને ફોગટ ના આકડા બહાર પાડી ને સંતોષ લેવાનું બંધ થવું જોઈએ.

જે સનફીસ્ટ બ્રાંડ ના બિસ્કીટ આજે આપને ખાઈ રહ્યા છીએ તે ભૂતકાળ માં જે તંબાકુ પ્રોડક્ટ માંથી નથી કમાયા તે ખાદ્ય પ્રોડક્ટ માં કમાઈ રહ્યા છે તે તાજો  ઈતિહાસ છે . આજે તે પાર્લે ને ફાઈટ આપી રહ્યું છે તે જાણીતી કંપની પહેલા તંબાકુ ના ઉત્પાદનો વેચતી હતી એવું કોણ માનશે?

વાલીયો  વાલ્મીકી થઇ શકે છે તેનું ઉદાહરણ આપની સંસ્કૃતિ માં પડેલું છે શોધવા જવાની આવશ્યકતા નથી. અને જગપ્રસિદ્ધ એવોર્ડ” શાંતિ નું નોબેલ પ્રાઈઝ’ તેનો ઈતિહાસ પણ એવો નથી? ટુક માં સારું અપનાવવા સારા વિચાર નહિ અમલ પણ જરૂરી છે એવું દેશના કારભારીઓ સમજે તો ઘણું.

ફેસબુકિયા લેખકો ની તીતુડી કેટલી વાગે તે મને અને તમને ખબર જ છે છતાં આપણે ‘હોઝ માં દૂધ રેડવાનું છે પાણી નહિ’ એટલી   એક જણની નિષ્ઠા સમગ્ર હોઝ દૂધ થી ભરી દેશે એમાં બે મત નહિ.

કડવું સત્ય:મા ને ‘મા’ જ કહેવાય બાપા ની બાયડી નહિ.

//

//

//

//

//

//

//

//

સાના હવે તું સેલીબ્રીટી ખરી!.

હજી ગઈકાલ ના લેખની શાહી સુકાઈ નથી ત્યાંતો એના વિષે જ નવી વાત લઇ આવવી પડી. બિગબોસ ની સાના [મેં ગઈકાલે જ કહેલું કે બોસ મને ય બહુ ગમતી’તી અને આજે ય કહું છું.]જે હોય તે પણ સાલી છે તો લાગણીશીલ.

મને ૮૦ કે ૮૨ મો એપિસોડ યાદ છે કે જયારે ઈમામે સવારે સવારે ઉઠતાની સાથે ફ્રીઝમાંથી ચોકલેટ કાઢી ને ખાઈ કાઢેલી અને રાજીવ[એઝ યુઝવલ ]બગડ્યો..પેલી ઉર્વશીએ  તો રીતસર ની પગ પછાડતી બેડરૂમ માં જઈને  બધા ને ભેગા કર્યાં હતા. નિકેતન[એમાં ય તેને  ભાઈ બનાવેલો તે  પાછો એનો પીઠ્ઠું] આશ્કા અને કદી ય નહિ બોલતી કરિશ્મા એ પણ મો બગાડેલું. પણ એવા વખતે બે જણીઓ એવી હતી જેણે ઈમામનો નાં સિર્ફ બચાવ કરેલો પણ મોઘમમાં વર્તન થી અને આંખો ના હાવભાવ થી   એવું ય જણાવી દીધેલું કે “બાપ જન્મારા માંય ચોકલેટ જોઈ છે કે નહિ?” ઓર વો થી સાના …બાપુ રાજીવ નો ચહેરો ફિક્કો પડી ગયેલો.ઉર્વશી તો  કતરાતી આંખે તેની હરીફ ની દિલદારી કહો કે અંદરના સાચા સંસ્કારની મહેક ગણો તેને  આશ્ચર્ય ભાવે જોતી રહી ગયેલી.સાના એટલું જ બોલી કે ..”ઈમામ ને ચોકલેટ હી તો ખાઈ હે ઇસમેં ઇતના ક્યા બાત કા બતન્ગડ કર રહે હો.” અને બીજી સપના [ઉલ્લુ બનાયા બડા મજા આયા વાલી..થોડી …સમજી ગયા?]એને પણ વિરોધ નહી કરેલો.તમે ધ્યાનથી જોજો કે એ બંને ની  ફિગર પણ ‘ઝીરો’ હતી.અને એટલે જ ફિગર ઝીરો રહી શકે ઉર્વશી  ની નહતી.

હવે પાછી મૂળ વાત પર તો આવવું જ પડશે.સાના એ ભાઈ જોડે ૧૫ વર્ષની તરુણી[?!??] પરણાવવા રીતસર નો ઉધામો કર્યો છે એવું આજે જાણ્યું. પુલીસ [સૌજન્ય:બક્ષીજી]થી છુપાતી ફરે છે.હવે આમાય મય્ય્પ્પન જેવો ઘાટ થવાનો છે એવું લાગે છે.કૌંસ માં લખવાને બદલે કૌસ માં કહેવું છે કે ”નંગા પહેલવાન” ની કોઈ ભૂમિકા જાહેર થાય તો નવાઈ નહિ.[ડી કમ્પની ના કોઈ વખત ના ટેલીફોનીક વાર્તાલાપ માં આવું કઈક લખાયેલું કોઈના માટે]. ૩.

જે હોય તે ..બજાર પડ્યું.. ચઢ્યું..ભાવો વધ્યા..ઘટ્યા એવા સમાચાર કરતા આપણને તો બોસ આમાં મજ્જા પડી જાય છે..પેલી પેલા જોડે ભાગી ગઈ.વો કોન થી? તીસરા કૌન? પરિણીતાના એક તરફી પ્રેમ માં પાગલ યુવાન ની હત્યા…લાવો યાર આવું બધું.

તમને ય મજા પડી હોય તો કહેજો. મારી  પાસે ચાડીઓ-ચુગલીઓ-ખણખોતર-હોઠ પર જીભ ફરે એવા ઢગલાબંધ સમાચારો છે.

કડવું સત્ય :માણસ માત્ર ને નિંદા ગમતી હોય છે.

//

જ્યોર્જ પાંચમો – વો ભી એક દૌર થા યે ભી એક દૌર હે…

Imageઆ મહાશય વિષે અગાઉ લખાયું હશે અને ઘણું કહેવાયું હશે પણ જ્યોર્જ પંચમ ની  વાત  હસ્તિનાપુર[દિલ્હી]ના રાજા [એ રાજા નહિ લા’ભાઈ] અને ઇંગ્લેન્ડ ના કર્મઠ રાજા ઓના સંદર્ભે વિચારવા જેવી લાગી છે. આમતો સત્તે પે સત્તા માં અમિતાભ દારૂ પીં ને બોલ્યા કરે છે કે…દારૂ પીને સે લીવર ખરાબ હો જાતા હે જેવી જ આ વાત દિલ્હી ના દરબારીઓ ને લાગુ પડે છે. બોધ લેવા જેવી વાત બંધ બારણે પુસ્તકોમાંથી મળી રહે તેવી વાતો શિખવા ડેલીગેશન લઈને આખું આકાશ ઓળંગીને દુર દરાજ ના દેશો માં ગબલાઓ જાય છે તે પર હસવું આવે છે કે મુર્ખાઓના દેશ ના હોય એકલ દોકલ જ હોય.

મૂળ વાત લાંબી ને કંટાળાજનક લાગવાની પુરીઓ શક્યતા છે પણ જેઓ કઈ કરીને ગયા હોય તેમના વ્યક્તિત્વ માંથી કઈક ગ્રહણ કરવાને બદલે કે તેમનું સાંભળવાને બદલે બેન્ડવાજા ના ડ્રમ પર બીડી પીતાં પીતા  પેલો જેમ આવે તેમ ઝીકે રાખે -ગાયક ગાય કાઈ અને પેલો પીટે કાઈ એવી દુર્દશા આપણા રાજાઓના દિમાગની છે. હવે આવી વાત કાંઈ એન.ડી ની નથી [ઓ ભાઈ,બદામ ખાવ પણ યાદ રાખો એ નામ]

ક્વીન વિક્ટોરિયા -પ્રિન્સ આલ્બર્ટ ના સંતાન એવા આ કિંગ 3 જુન ૧૮૬૫ ના રોજ જન્મ્યાને ૨૦ જાન્યુઆરી ૧૯૩૬ માં ગુજરી ગયા તે વચ્ચે ના સમય ગાળા માં ટાંચા પ્રસારણ માધ્યમો-હજ્જારો કિલોમીટર દુર અને પોતાના કિન્ગદમ  ની પ્રભુત્વતા  હેઠળ ના દેશોમાં કરેલી સુધારણા અને કાયદાઓ હજી આજે ય પરોક્ષ રીતે ય ઉપયોગી છે.૧૨ વર્ષની ઉંમર માં  ૧૮૭૭ થી લઇ ૧૮૯૧ એમને નેવી માં સેવા આપી. ગાદીપતિ પિતા ઘાત થયા [૧૯૧૦]બાદ એ ગાદીએ આવ્યા.વિશ્વમાં ઘણા દેશોમાં પ્રવાસ કર્યો એમાંનો એક ભારત પણ હતો. વિશ્વ યુધ્ધો જોયા. આઝાદી ને ચળવળો જોઈ સંભાળી- ઝર્મન  સાથે ના ફાવ્યું તો એમના માનપત્રો-ખિતાબો   પાછા આપી દેશદાઝ બતાવી. ફાસીવાદ -નાઝીવાદ-સમાજવાદ જોયા.વિશ્વયુધ્ધમાં બહુમુખી નીર્યનો પડકારો લીધા.ઇંગ્લેન્ડ ની સરહદો વધારવા અને એ દેશોમાં શિક્ષણ-કાયદા સુધારણા કરી.[અહી તો જેના હાથમાં જે આવે તે લઇ ને ભાગી જવું કે ચોરીઓ કરવી-કૌભાંડો કરવા જેવી હીન પ્રવૃત્તિ ચાલે છે એવું ત્યાના કોઈ રાજાઓએ નહી કરેલું. આપણા દેશમાં પેલી કહેવત  સાચી છે કે યથા રાજા તથા  પ્રજા.આપણા તો રજાઓ જ ચોર છે તો પ્રજા ચોર હોય જ.લાતુર કે ભુજ ના ભૂકંપ ને યાદ કરો દુધના પાવડર ના ટીન- તંબુ-દવાઓ-ફૂડ પેકેટ્સ ભિખારીઓએ જ નહિ વેલ  સેટ પદાધિકારી ઓએ ઘરભેગા કરેલા..ભવિષ્યમાં ભગવાન એનો ઉપયોગ એમના પોતાના માટે કરાવે તો ચાલે એવું વિચાર્યું હોય તો એમનો દોષ નથી]   

મૃત્યુ સમયે સન ૧૯૩૬ માં અણસાર આવી જવાથી એક રૂમ માં બંધ થઇ ગયા [આપણા એનડી જેવા નહિ કે કબરમાં ટાંટિયા લટકાવ્યા હોય તો ય …જવાદો ]નર્સ ને  કોકેઇન અને મોર્ફીયા ના ઇન્જેક્શન આપવાની પોતે ભલામણ કરી અને કિંગ નું સ્ટેટ્સ જળવાય તે રીતે જીવન લીલા સંકેલી લીધી….. 

રાજેશ ખન્ના નો એક લાંબો ડાયલોગ   મને અત્યારે યાદ આવે છે[યારો ,રાજેશ ખન્ના -રિશી -[રજનીશ] ઓશો -આ બધાનો મને વારે વારે હુમલો આવે છે તે અહી પ્રસાર કરું એટલે નોર્મલ થઇ જવાય છે] મુજે ઇતની મહોબ્બત ન દો દોસ્તો મેં ઇસકે કાબિલ નહિ .કલ કે લિયે કુછ બચાકર રખો કયું કી કાલ જો અનજાન હે કલ જો ગુમનામ હે   દોસ્તો આને વાલે કલ કે લિયે કુછ બચાકર રખો દોસ્તો  મેં તો કુછ ભી નહિ…જેવું જીવી ને મરવું કોઈ આસાન કામ પણ નથી.યાદ કરો જ્યારે ટાઈટેનિક ડૂબવાની હતી અને કેપ્ટન ને બધા એ વિનંતી કરી કે સર તમે નીકળી જાવ …તો તેના શબ્દો હતા હું અહી જ જીવીશ અને અહીજ મરીશ. મારો છેલ્લો પ્રવાસી બહાર નીકળશે પછી જ હું નીકળીશ નહિ તો અહી જ મૃતું સ્વીકારી લઈશ..અને આપની દેશ રૂપી નૌકા તો ચાલતી ને ડૂબાડવા અહીના રજાઓ તુલી રહ્યા છે કેવું વરવું અને વિરોધાભાષી ચિત્ર છે આપણા દેશનું અને આપણા નસીબ નું ય]

વિન્દુ દારા સિંહ …બિગબોસ કા બીગડા ફરજંદ..

આમતો જેમને ટીવી રીયાલીટી શો જોવાના શોખ છે એમને બિગબોસ છેલ્લી  સીઝન  ની હજી ધૂંધળી પણ સ્મૃતિ હશે જ.એમાં મહિલા કિરદાર થી  લઇ પુરુષો ના પાત્રો માં અમુક તમુક આપણને ઈરીટેટ  કરે અને અમુક ને તાકી રેહવું ય ગમે એમાંના  જે ગણ્યા ગાંઠ્યા બે ચાર જણ હતા કે -હતી તેમાના  એક આ ભાઈ પણ હતા.

તમને ટીવી પર એમનો ચહેરો દેખાય એટલે પેસાબ-પાણી ની રીસેસ લેવાનું મન થાય [એવો બીજો ચેહરો સંતોષ શુક્લા નો ય હતો] અને  બાથરૂમ માંથી અડધું પડધુ નાડુ હાથમાં પકડી ને પાયજામો પેહરતા પહેરતા જલ્દી જલ્દી બહાર આવી ને જોવા જાવ એવા પાત્રો પણ હતા જેઓ ઝઘડા કે કકળાટ કચકચ માં બિલકુલ દુર રહે. જેમકે…શના ખાન [બોસ મને ય બહુ ગમતી ‘તી.કોઈ મારી વાઈફ ને ના કેહતા]પેલી ચુલબુલી..કરિશ્મા [ઓહ..માય ગોડ!]ને ઉર્વશી ય કઈ કમ ન’તી ..ખેર પણ મારે વાત કરવી છે ઉપલી લાઈન માં લખેલા નામની. નહિ તો વાત તો ઈમામ સિદ્દીકી ની તો બે ચાર બ્લોગ લખાય એવી ને એટલી છે. ઈમામ ને કોઈ જે કાઈ માનતું હોય હું એને ઉર્વશી કરતા ય વધુ હકદાર માનતો હતો[એ મારી ભૂલ હતી એવું કહેનારની કોમેન્ટ પર હું દિલ થી કોઈ ખરાબ નહિ લગાડું]

ખેર, આ વિન્દુ  ય  રાજીવ પોલ જેવો જ.[યાદ છે કોઈ ને ડેલું નો એક્સ હસબંડ !] હા ,એટલો ફર્ક કે રાજીવ જેવો લબ્બુક નહિ. થોડી  થોડી વારે ડેલું ની સોડ માં ઘૂસે,ઘેલા કાઢે રડે પછી કિચન માં ભેગા થાય એટલે દાંત કાચ કચાવે![હા હા હા ] એવી રીતે વિન્દુ ની ય  વાત નહિ  વાત નો પાયો નહિ ને પેટ્રોલ ગાડી સ્ટાર્ટ જ થઇ જાય ,વગર કિકે? વિન્દુને તો રાજીવ થી  ય વધુ ઉસ્કેરાઈ જતો જોયો છે. એ આવે એટલે એના માંસલ શરીર નો દેખાડો કરવા લીધો હોય એવો જ એનો એપીરીઅન્સ.

આ દેશ માં હવે જે તે લોકો ને  દેશ દ્રોહી થઇ જલ્દી બધું ઉલેચી નાખવાની ઉતાવળ થઇ ગઈ  છે પણ પાપ એક દિવસ છાપરે ચઢી ને પોકારે ત્યારે આવા ઉતાવળિયાઓને આપણે બુરે હાલ જોયા છે એમાંના કેટલાક નામે જોવા જેવા છે…હર્ષદ મેહતા-કેતન પારેખ -તેલગી-હેન્સી ક્રોનેયે -અઝહર-એ રાજા-વિ વિ.

ખેર,બિગબોસ જોતા મને વિન્દુ વિષે ઘણું લખવાની ઈચ્છા થતી હતી પણ લોઢું તપેલું હોય ને ફટકો મારીએ તો અસર થાય બાકી આપણે થાકી જઈએ. અત્યારે પબ્લિક નો આક્રોશ એના પર હોય એ સ્વાભાવિક છે.હવે ભાઈ ની ”પાછલી”પર ડંડા પડે ને કઈક નવું બહાર આવે એવી મીડિયા-હું ને તમે બધા રાહ જોઈએ.[ધોની???એ કોણ બોલ્યું ભાઈ? ગમે તેમ ગમે તેના નામ નાં દો ભાઈ ].

સમરથ કો નહિ દોષ ગોસાઈ એવું તુલસી દસ કહી ગયા છે..જોઈએ શું થાય છે.

 

મુંબઈ માં પણ આવી બે-દરકારી ? મેટ્રો પોલીટન સીટી કે મેડ પોલીટીશીયન સીટી!

આંજથી ઘણા વર્ષો પહેલા ભારત ના પ્રવેશ દ્વાર તરીકે જે ગેટ ને મુંબઈ ના દરિયા કિનારે અંગ્રેજો એ બનાવેલો તેની વાત આજે માંડવી છે.

ભારતનું પ્રવેશદ્વાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના પાટનગર મુંબઇ શહેરના દક્ષિણ ભાગના દરિયાકિનારે એપોલો બંદર ખાતે આવેલું છે. આ પ્રવેશદ્વાર વર્ષોથી ‘ગેટ વે ઓફ ઇન્ડીયા (Gateway of India)’ના નામથી જાણીતું છે. આ પ્રવેશદ્વાર એક સ્મારક તરીકે બનાવવામાં આવેલી ઇમારત છે, જે ૨૬ મિટર જેટલી ઉંચાઇ ધરાવે છે. અહીં પર્યટકો માટે નૌકા-વિહાર સેવા ઉપલબ્ધ છે.

આ પ્રવેશદ્વારના નિર્માણ માટે પીળા રંગના આરસના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રવેશદ્વારનું નિર્માણ ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમા અને રાણી મેરીના આગમન ત્રીજી ડિસેમ્બર, ૧૯૧૧ સમયનો સ્મરણોત્સવ ઉજવવા માટે કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઇમારતના સ્થપતિ જ્યોર્જ વિટૈટ નામના અંગ્રેજ હતા. આ પ્રવેશદ્વારનું નિર્માણકાર્ય ઇ. સ. ૧૯૨૪ના વર્ષમાં પૂર્ણ થયું હતું.Image

મુંબઈ માં શિવસેના અને ‘સામના’ ના  વાઘે લગભગ ૪૦ વર્ષો સુધી સત્તા કહો કે એકચક્રી જોહુકમી કે શાસન ચલાવ્યું, પાકિસ્તાન નાં ખેલાડીઓ ને રમવા દેવા કે નહિ તેના નિર્ણયો કર્યા.પાકિસ્તાન -આતંકવાદ-ક્રિકેટ -પાકિસ્તાની નેતાઓની મિલકત વિવાદ[જીણા] વિ. વિ. બાબતો હાથમાં લીધી કે રાજકીય હસ્તક્ષેપ કર્યા, અડચણો ડાલી કે દૂધપાક માં લીંબુ નીચ્વ્યા જે હોય તે પણ ૧૯૨૪ થી ૨૦૧૨ વચ્ચે ના ગાળા દરમ્યાન અથવા કહો કે ૧૯ જુન ૧૯૬૬ થી ૧૭ નવેમ્બર ૨૦૧૨ સુધીના  ”વાઘ” ની હયાતી ના ૪૬ વર્ષો માં ક્યારેય મુંબઈ માં કોઈ આંદોલન દરિયાઈ બેજવાબદારી ના મુદ્દે ન તો શિવ સેના એ હાથમાં લીધા ના સમાચાર જાણ માં આવ્યા છે ન કોઈ મુખ્ય મંત્રી મહારાષ્ટ્રના કે કેન્દ્રના પ્રધાને એ બાબતની અગવાની કરી હોય જેમાં મુંબઈ ના દરિયામાં અ-સલામત રીતે એલીફ્ન્તા ની ગુફાઓ સુધી ની જે ફેરી સવારી ચાલે છે તેમાં કાયદાકીય કોઈ સલામતી ની જોગવાઈઓનું પાલન કરવા આદેશો આપ્યા હોય! આ વેપલો કોણ ચલાવી રહ્યા છે તે કહેવાની સમજદાર વાંચકો ને ભાગ્યે જ જરૂર પડશે. રાજકીય સમીકરણો જે હોય તે પણ માનવીય અભિગમ,જીવનના મુલ્યો અને આંતર રાષ્ટ્રીય છબી નામની કોઈ ચીજ છે એ પણ ચૂકાય ત્યારે વરવું લાગે છે.

આપને બળાત્કારો ના નામે હલ્લા બોલ કરીએ છીએ પણ મુલ્યો ના ધોવાણ ની બાબતે ચુપ?

છેલ્લે વર્ષ ૨૦૧૦ માં હું મુંબઈ ગયો ત્યારે પણ એ જ રગશિયા ગાડા જેવો ફેરીબોટ નો વેપલો ચાલતો હતો તેમ જ ચાલી રહ્યા નું જોઈ ત્યાના તંત્ર પર ફિટકાર થયો. હું પહેલી વાર એ સફર માં બેસવા સપરિવાર ગયો .ટીકીટ લીધી પછી ખબર પડી કે અહી તો લાઈફ જેકેટ વિનાની સફર છે. હું મનોમન પ્રાર્થના કરવા લાગ્યો કે પ્રભુ હેમખેમ ઉતારજે અને મારા આશ્ચર્ય વચ્ચે ભારતીય તટરક્ષક સેના ની મોટર બોટ ફુલ્લ સ્પીડ માં અમારી બાજુમાંથી ગુજરી તે સાથે દરિયાઈ મોજા અને વહેણ માં પ્રચંડ હેલ્કારા આવ્યા અમારી બોટ હાલક ડોલક થઇ ગઈ બધા ઉભા થઇ ગયા મેં બામ્બુ પકડી લીધો.બોટ ના સંચાલકે બુમ પાડી ને ધમકી આપી કે બધા બેસી જાવ.કોઈ હાલશો  નહિ અમારા જીવ પડીકે બંધાઈ ગયા.૧ મિનીટ પછી રાહત થઇ.આ બધું થયું ત્યારે મેં તો મોત ને નજર સામે જ જોયેલું. અલબત્ત,લાઈફ જેકેટ ન હોવાની ખબર મને પડી ત્યારે હું ૨૦૦ ખર્ચી ચુક્યો હતો .આ બધુ ક્યા સુધી મુંબઈ માં ચાલશે?

હમણાં કોઈ કોઈ ક્રિકેટરો પણ તેમાં મજાથી બેઠેલા જોયા જેમને લાઈફ જેકેટ વિના સફર કરતા જોઈ મને આશ્ચર્ય તો થયું પણ એમની બગડેલી બુદ્ધિ પર ગુસ્સો વધુ આવ્યો કે એ લોકો તો જગત ની બેસ્ટ યોટ માં બેસી શકે તેમ હોવા છતાં આવી બેઢંગી અને બિનસલામત સવારીમાં કેમ ગયા?.

ખેર, આ ભારત છે જ્યાં સબ ચલતા હે નહિ દોડતા ભી હે…

મુચ્છે હો તો નથ્થુ લાલ જૈસી હો વરના ના હો!

જિંદગી ના આખરી પડાવ પર પહોચેલા માણસ ને જયારે મહેનત કરતો જોઈએ ત્યારે  આપણને દરેક ને ભિન્ન ભિન્ન વિચાર આવવાના. કોઈના માટે એ વૈતરું તો કોઈના માટે કર્મ ની કઠીનાઈ,કોઈના માટે પેટીયું રળવાનો પ્રયાસ તો કોઈના માટે કુટુંબ ભાવના ની પ્રવૃત્તિ ! જે હોય તે, પણ કોઈ વ્યક્તિ અહી દુર્યોધન બનીને બેસી રહી શકે નહિ તે વાત નિશ્ચિત! જાનામિ ધર્મમ ન ચ મેં પ્રવૃત્તિ જાનામિ અધર્મમ ન ચ મેં નિવૃત્તિ……..આ વાત મને એક બુજુર્ગ જેમની ઉંમર ૬૫+ખરી જ તેમની સેવા પ્રવૃત્તિ થી પ્રેરાઈને કંઈક લખવા પ્રેરણા મળી.આજે સવારે સાડા પાંચ વાગે હું દુધ્કેન્દ્ર પર દૂધ લેવા નીકળ્યો ત્યારે એ બુજુર્ગયુવાન એમની સાઇકલ પર ફેરી માટે બાજુ ના ગામ વાઘોડિયા જઈ રહ્યા હતા સાઈકલ પર સામાન લાદેલો જેમાં સાઇકલ ના ગવંડર [અમે નાના હતા ત્યારે સાઇકલ ના હેન્ડલ ને ગવંડર જ કહેતા. ]  સાવરણી-બ્રશ-ગરણાં-આજુબાજુ ના હુક પર થેલામાં એસીડ -સોડા પાવડર સાવરણા સાબુ જેવી ચીજો લાદેલી હતી. એમના ચેહરા પર ‘ટેકા’ ની શુભ ભાવના સાથે સેવા ની મહેચ્છા પણ તરી આવતી હતી કેમ કે હસતા ચેહરે આમ કરી રહ્યા હતા તેવો તેમનો દેખાવ ચાડી ખાતો હતો. સફેદ શુભ્ર કેશ-થોડી ઘણી ઉગેલી દાઢી-ચેહરા પર ની સફેદ મોટ્ટી મૂછો સફેદ શર્ટ અને પાયજામો પગમાં પ્લાસ્ટિક ના ચપ્પલ, આખો માં ખુમારી ને પગમાં જોમ અને સૌથી મોટી વાત  દિલ માં ઉમંગ!

હવે આવું તો હું જ નહિ તમે પણ દિવસ માં પચાસ જણને ‘વૈતરું’ કરતા જોતા જ હશો. નવાઈ ની વાત નથી જ. ભારતમાં રહીને ગરીબ-ભીખારીઓ-કોથળીઓ વીણી ને ગુજરાન કરનારા કે ત્રાઈસીક્લ પર વજન વહન કરનારા લેબરર્સ અને સાઈકલ ફેરી કરનારા  હતા છે અને રહેવાના ય છે પણ મુખ્ય વાત જ્યારે કંઈક ‘ ક્લિક’ થાય ત્યારે જ કઈક લખાતું વંચાતું કે ધડો લેવાતી વાત બની જતી હોય છે. ઝાડ પરથી સફરજન તમારા ને મારા દાદાઓ  એ પડતા જોયેલા જ પણ કોઈક ને જ કઈક ક્લિક થાય ને કોઈ ન્યુટન બની જતો હોય છે.[અને ભઈલા, એમ ના હોય ને બધા ચંદુઓ ન્યુટન બની જાય તો અહી ખેચાં ખેચી ય પારાવાર થાય. દુનિયા હજી જીવવા જેવી  હોય તો ચંદુ ઓ છે એમની  મેહરબાની માનજો.બધા ચંદુઓ ની જય].

ખેર!અમિતાભની ફિલ્મ નો આ ડાયલોગ મને એટલે પ્રિય છે [જેનો હું દિવસ માં એક વાર તો કોઈ બાબતે ઉપયોગ કરી ને સંતોષ લઉં છું] કે જિંદગી સસ્તામાં આઉટ થવા જેવી મેચ નથી જ. પણ ”ક્યા હુઆ જબ કાંટે હે અપની રાહો મેં ઇન રાહો મેં ફૂલ બિખરતે જાયેંગે” જેવા ઉમંગ ઉત્સાહ જોમ થી રમવા જેવી મેચ છે. ‘કમ વોટ મે’ મારો જન્મ સિદ્ધ મંત્ર રાખો ,અને બ્રિસ્ટલ ના સૂત્ર ની જેમ જે ચાહો  તે મેળવવાની જીદ પણ ! એ પણ નક્કર ૨૪ કેરેટ જેવી બાબત છે સફળ થવા અને મેચ વિન થવા.ગોળીઓ મોટ્ટી પડે તો ટુકડા કરી ને કે વાટીને ઉતારવી પણ ભૂંગળા વડે હું ગળાઉં અને તમે પેહલી ફૂક મારીદો તો મને ઓવર ડોઝ થઇ જાય એની બીક ખરી. અતિ તો બધી બાબતે નકામું. આ એક જોક છે જે લખી ને મારી નોટ પૂરી કરીશ. એક ભાઈના ગધેડા ને તાવ આવ્યો એટલે ગયા ડોક્ટર પાસે [ગધેડા જેવા નહિ ભઈલા ,ગધેડાના] ડોકટરે ખાસ્સી મોટ્ટી ગોળીઓ આપી એટલે પેલા ભાઈ ને થયું કે આને કેમ ગળાવવી?પછ્યું !સાહેબે કહ્યું ઘરમાં પાઈપ છે?હા….તો પાઈપ માં ગોળીઓ મૂકી ને જોરદાર  ફૂક મારી દેજો જતી રહેશે.પેલા ભાઈ તો દસ મિનીટ પછી રાત પીળા થઇ ને પાછા આવ્યા.ચેહરો લાલ ચોળ થઈ ગયેલો. ડોકટરે પૂછ્યું આમ કેમ થયું?પેલા એ કહ્યું પેહલી ફૂક ગધેડા એ મારી દીધી!!!!!bas itni he kahaani aajki. ‘fes buk ke idiot box me’.