ત મ એટન કરો તી ફૂનરલ ન અમે જૈયે મહોણ મ…….

તમ એટન કરો તી ફૂનરલ  ન અમ જૈયે માહોણ મો

તમાર આવે શાયેબો અમારા ધાડાં ગમાર નાં

 

મુકાવો તમ ઓલ્લી આગર મોટર મ

અમ  હરગતી લઇ ન  જૈયે હાથમો

ઉછારો તમ જલેબીઓ ન બુંદી પાછર

અમ નીરીયે રોટલા કૂતરાન પોર મો

 

પેરીએ અમ લાલ  પીરોં કારોં ધલવલાટ મો

તમ આવો શૂટ બુટ ને ગણવેશે મહોણ મો

અમ નોખીયે રૂમાલ ખભ ન દોડીએ લઇ ઠાઠડી હાથમો

તમ પોંચો ગાડી મ, ઉતારો વિડીયો ઠાઠડી હમેત, લઇ લાઈટો કેમેરા માહોણ મો

 

ખબર  શી  અમન  તમ સો શાયેબ મોટ્ટા

આવો જાવ તમ જુવ લોક તમન લાડ મો

અમે ઘેર જઇન  હુઈ જૈયે તો

પૂછે ઈ જ તમ  આયેલા મહોણ મો ?

 

અમન ચેન ના પડ બારીએ જીવ

યાદ આવે એ જૂની વાત મો

અમ રડીએ હાચ્ચું હાચ્ચું

તમ હસતા ફોટા શપાવો અખબાર  મો

 

આર અમ કયો થી લાઈયે

ક્યોથી મેસેજ મોકલીએ મોબાઈલ મ

ઐ ના મલ ટાવર કે દુકોન એવી

મોકલીએ કરોતરી અમ ટપાલ મો

 

કુટીયે અમ સાતી માથું મરેલો ની યાદ મ

તમ અગરબત્તી કરી વગાડો મંત્રો મોટા ઓલ મ

અમાર મન એ ના ઉઠમણું કે બેહણું

તમ તમાર કરો એ બધું અમે જૈયે ખાલી માહોણ મો

 

 

એટન=એટેન્ડ  ફૂનરલ =ફ્યુંનરલ નીરીયે =નાખીએ પોર=પોળ

રૂમાલ=ટુવાલ  ખબર શી =ખબર છે   આર=હાર    સાતી=છાતી   ઓલ =હોલ

Advertisements

ગામ છો ખાય રાજગરો મોરિયો કે શિરો,જોઇને આવે છાપે તારીખો ને તિથિઓ………..

ગામ છો ખાય રાજગરો મોરિયો કે શિરો,

જોઇને આવે છાપે તારીખો ને તિથિઓ

હું ખાઉધરો શોખીન જે તે ચગરી ખાવાનો

રાખ તારા ઉપવાસ તારી પાસે હું ભૂખ્યો નથી જ રહેવાનો.

તારીખીયામાં તું શોધે ચોથ આઠમ પુનમો

છતે ગેસ ચૂલે ને લાકડે મારે પેટે ચૂથારો

તું પીએ જ્યુસ ને મારે રોજનો લોહી ઉકાળો

રાખ તારા ઉપવાસ તારી પાસે હું ભૂખ્યો નથી જ રહેવાનો

કાલે મને આયા તા ચક્કર

ખોલ્યું ફ્રીજ શોધવા સુકોમેવો

હાથ લાગ્યો નાનખટાઈ નો ડબ્બો

કોણે જોયું સ્વર્ગ મેલ બધી ખોટી વાતો

રાખ તારા ઉપવાસ તારી પાસે હું ભૂખ્યો નથી જ રહેવાનો.

આઠમે ચઢી તી મને ટાઢ

ચોથે તો બપોરે જ ચૂથારો

જન્મ્યો છું એક વાર ને મારવાનો ય એક વાર

રાખ તારા ઉપવાસ તારી પાસે હું ભૂખ્યો નથી જ રહેવાનો.

તું કે છે લાખ ચોર્યાસી એ મળે આ દેહ

હું કહું પછી કુતરા બિલાડા નો જન્મારો !

પછી નહિ મળે પિત્ઝા બર્ગર મોકો ખાવાનો

રાખ તારા ઉપવાસ તારી પાસે હું ભૂખ્યો નથી જ રહેવાનો.

કેશુ ની લાડી

કેશવ રોજ ના ટાઈમે સાંજે ૬ વાગે એટલે તગારા પાવડો લેલું ભમેડો ને અસ્તર નું પતરું ધોઈ પોતાના હાથ પગ મોઢું ધોઈ સહેજ બાજુ માં કોરી જગ્યા એ જઈ બીડી સળગાવી ને ચાર કશ ખેચે ને એની લાડી ની રાહ જુએ.એની લાડી ય એના જેવી જ ઉતાવળી.ઝટપટ બધું આટોપી લે ને પોતે ય થોડા પાણી થી હાથ મોઢું ધોઈ ને કેશુ [એ એને કેશુ જ કહે]ને લાડ થી મીઠા ટહુકે કે’ હાલ જાય અવે..કેશુ એની થેલી માં લેલું-પતરું મુકે ને ચાલતો થાય.એની લડી વળી વળી ને પાછું જુએ. કેશુ ભોળીઓ ખરો.એની લાડી રોજ ઉપર ના માળે જઈ ને જ હાથ પગ મોઢું ધોઈ ને આવે.રોજ આમ ચાલે.

એક દિવસ કેશુ એ એની લડી ને બપોરે કહ્યું ”હું ચાર રસ્તે થી ભૂસું લઇ આવું આપને બેય ખાઈએ તું બેસ”.

કેશવ ગયો મેઈન રોડ પર. નાનું ટોળું હતું. દુકાનો વાળાએ દુકાનો ના શટર ફટાફટ પાડવા માંડ્યા તે જોઈ કેશવ ને અચરજ થયું કે આમ કેમ?

થોડે આગળ જઈ કેશવ અટકી ગયો.થોડા સારા દેખાતા માણસો કૈક ચર્ચા કરતા હતા તેમાં કેશવ રસ લઇ સમજવા પ્રયત્ન કરવા લાગ્યો.

કોઈ બોલ્યું:ભાઈ જમાનો જ એવો છે.વિશ્વાસ કોનો કરવો?

બીજો કોઈ બોલ્યો:પણ આવો?ખાવાનું ધણી નું ને ફરવાનું બીજા જોડે? પછી આજ અંજામ હોય ને?કેશવ ને કાઈ ન સમજાયું.

કેશવ ગૂંચવાયો.આવું ના હોય.તેને થયું મારવા દે ને !મારે કેટલા ટકા?એ પાછલા પગલે જ્યાં કામ કરતો તો ત્યાં આવ્યો અને વિચારતો હતો કે જઈ ને લાડી ને કહું કે શે’ર મો જો કેવા માણસો હોય છે પણ આગળ કઈ વિચારે તે પહેલા એના પગ અટકી ગયા. એના કાન સરવા થઇ ગયા.એને વિશ્વાસ જ નાં પડ્યો.એની મતિ બે’ર મારી ગઈ એના કાને એની લાડી નાં જ શબ્દો પડ્યા:છોડ મુને હવે…કેશુ પાસો આવી જાહે તો મુને તો મારહે પણ તારું ય ઢીમ પાડી દેહે.ઈમ પાસો છો ઈ ….લાડી અટકી ગઈ.કાલે ઇન એકલાન મજુરી એ મોકલે, અન મુન હારું નથી કૈસ. તું ય ના જૈસ …….

કેશવ ને ચક્કર આવી ગયા રોડ પર ની આખી વાત હવે તેને પાક્કી સમજાઈ ગઈ.કેશુ ગલી છોડી ને બહાર વટી ગયો…પાછો ના આવવાની નેમ લઈને.

ઓ ભાઈ તમારા રાજ માં…….

ઉઠે છે પડે છે ભાગે છે બિચારા ને લાચાર આ રાજકાજ માં

ખાય છે લાઠી ને લાતો હાથ-પાંવ માં.

ઓ ભાઈ તમારા રાજ માં લુખ્ખા કરે લહેર વાતવાત માં …..

ખોલે છે છાપું, વાંચે છે ભાવ,તૂટે છે ચાંદી પડે છે બજાર

કરે છે મોક્કણ હતા તે પણ ગયા હાય હાય….

ઓ ભાઈ તમારા રાજ માં ………..

આજે પેટ્રોલ તો કાલે કાંદા, વધે છે બધું, ના ખિસ્સા માં નાણાં

ગાય રાજ્યા કૂટે માથું કે લે છાજ્યા,ખાધું ઉનું ને મોમાં દાજ્યા.

ઓ ભાઈ તમારા રાજ માં…..

આજે છે વારો મારો ને કાલે તારો,વાપરે શું તું માલ સારો

કરે ભેળસેળ શું ધારો ચારો, કાગડા બધે કાળા છે આભમાં.

ઓ ભાઈ તમારા રાજ માં……….

કહેતા કઈ એમને રડે છે આત્મા, કહેં છે પતાવો બધું ટુકમાં

માંડીએ જો વાત ભાવ ની, તો કહે છે લેવાનું છે શું વાત માં.

ઓ ભાઈ તમારા રાજ માં………

છે બધી બધા ને ખબર કાઢે છે કાલા,વચનો આપે છે ઠાલાં ઠાલાં

કોઈ કહે ફિલ ગુડ,કોઈ લાવશે નાણાં ફરી જશે એ સૌ વાતવાત માં.

ઓ ભાઈ તમારા રાજ માં લુખ્ખા કરે છે લહેર વાતવાત માં.

जिसकी सोच गलत उनकी खोज गलत

जिसकी सोच गलत हो उसकी खोज गलत रहेगी.जिस  आदमी को कांटे गिनने की आदत होगी वः किसी गुलाब के पास जाकर भी गुलाब नहीं कांटे गिनेगा.क्युकी सोच गलत हे तो खोज गलत रहेगी.आप उसको कुरान देदो वः ठीक गलत क्याहे वः निकाल लायेगा.में न कहता था उसमे कुछ नहीं हे.उसे गीता देदे वः भलीभांति कुछ ढूंढ़ लाएगा में न कहता था ये भी गलत हे I जिस प्रकार की सोच उस प्रकार की खोज रहती हे.और मिल भी जाता हे कुछ न कुछ.वः अपना तो दिन बिगाड़ देता हे दुसरो का भी.