વાર્યો ના વળે,હાર્યો વળે…જુબાં પે દર્દ ભરી દાસ્તાં ચાલી આયી .

મદ માં ને તોર માં આવી ગયેલાને જો કોઈ સલાહ  આપે કે સુચન કરે તો તત્કાળ તો પેલા નું આવી બન્યું જ સમજો.આવો અનુભવ દરેક ઠરેલ પ્રકૃતિ ના માણસ ને જયારે પણ કોઈ ઉછાછરા કે માથા ફરેલ વ્યક્તિ ને ટપારવા કે રોકવાનો પ્રસંગ આવ્યો હશે ત્યારે આ અનુભવ થયો જ હશે.

બાબત નાની હોય કે મસ મોટી પણ વ્યક્તિ જો અંદર થી નમ્ર હશે કોઈનું કહેલું માનવા તૈયાર હશે અને એ સંસ્કાર મૂળ માં પડેલા હશે તો જ એ થોભશે સંભાળશે અને અનુસરસે. ભાગવત  ના એક પ્રસંગ ની વાત મને અત્રે યાદ આવી જાય છે કે પરીક્ષિત રાજા જયારે ભ્રમણ કરવા નીકળ્યા હોય છે અને રસ્તામાં એક આશ્રમ પર આવે છે ત્યાં એક ઋષિ ધ્યાનસ્થ અવસ્થામાં હોય છે અને રાજા ને મજાક સુજે છે ત્યાંથી પસાર થઇ રહેલા તક્ષક ને ઉઠાવી ને પેલા ઋષિ ને ગાળામાં નાખે છે.ઋષિ એને શ્રાપ આપે છે કે આજથી સાત દિવસ માં તારું મૃત્યુ થાજો.આવું માણસ ક્યારેક કોઈનું દિલ તોડે કે રડાવે ત્યારે નથી થતું એ બહુ દુખની વાત છે. થોડા દિવસ પહેલા દક્ષિણના કોઈ નગર માંથી એવા ન્યૂસ આવેલા કે એક નપાવટ પુત્ર એ પિતા ના પગને પલંગ સાથે તાળું મારી ને એમને બંદી બનાવી દીધેલા.અલા ભલા માનુસ, જેને તારા પગ માં તાકત બક્ષી જેને તારા થાકેલા પગ ને વિરામ દેવા તને મેળા માં ખભે બેસાડી ને ફેરવ્યો તેની આ દશા?

પાછા  પેલા પરીક્ષિત રાજા ની વાત પર આવીએ તો,પરીક્ષિત ની કહાની ઘેર ઘેર જાણીતી છે એમના માં પડેલા, બોયેલા બીજ જુદા હતા અને આખું ભાગવત એક મોક્ષ ની પ્રેરણા નું આધાર બની ગયું જે જગત માં પ્રચલિત અને સ્વિકૃત બની ગયું. આવું સમાન્ય માણસ સાથે બને એવું કઈક થવું જોઈએ. કૃત્રિમ રક્ત કે બકરા નું રક્ત માણસ ને અનુકુળ આવશે કે નહિ એના પરીક્ષણો થયા અને ચઢાવવા નું શરુ ય થઇ જશે. પછી અમદવાદ ની કોઈ હોસ્પિટલ માંથી કોઈ બહાર આવશે ત્યારે કહેશે કે મને જીવતદાન મળી ગયું.અસારવાના બકરા નું લોહી મેચ થઇ ગયું.કોઈ કહેશે મને મણીનગર ના બકરાનું લોહી લાગી ગયું. પણ ,મૂળ મુદ્દો બાજુ પર રહી જશે.જગતમાં બીજા ને અનુસરવાનો.બીજા ને દુખ ન પહોચાડવાનો.આયુષ્ય ની લંબાઈ કરતા સભ્યતા ની લંબાઈ વધે એવું કઈક થાય તો ઠીક બાકી નક્કામું.

 આજકાલ જે થનગનાટ રાજપાટ ના મુદ્દે ચાલી રહ્યો છે જે મુદ્દે બે બળિયા બાથે વળગ્યા છે અને ‘કોઈ ના મનમાં ભીમ ને કચડી નાખવાની જુગુપ્ષા છે” તો કોઈ  કૃષ્ણ બની ને લોખંડ નો ભીમ બાથે વળગાડવા ચાલાકી પર ઉતર્યું છે.” એમાં પેલી માણસ ના મોક્ષ ની વાત બાજુ પર અને ત્રીજી વાત મોખરાની બની ગયી  છે. સત્તા . ખેર, સમય બધા દુખો નું ઓસડ છે. પછડાટ અને હાર બે જુદા શબ્દો છે પણ બા અને ”બાપા ની બાયડી”કહે તો તેથી વિશેષ અર્થ કોઈ થતો  નથી. છે બંને માતા. એક ઉછ્રંખલ એને બાપાની બાયડી કહે છે બીજો મારી માની સોક્ય? એક કોલમ માં મારા માનીતા કોલમિસ્ટ એ એક રાજકારણી પર કટાક્ષ કર્યો છે.મને એમાં રસ નથી એટલે છણાવટ બાજુ પર. પણ આપણે  તો ”ઇત્તરે જનાહા મિષ્ટાન્ન્મ” કોઈ પછી સાત દિવસ માં પોતાનું કલ્યાણ કરવા ભાગવત સાંભળે કે નહી કોઈ બોધપાઠ લે કે નહિ એ એમનો વિષય.

 

Advertisements

ભારતીય પરમ્પરા..ઉચાટ-ઉતાવળ અધિરાઈ.ચોરી કે માલ કા રખવાલા?

એવું કહેવાય છે કે કેટલાક માણસ જેમ જેમ ઉંમર  માં વર્ષો ગોઠવતા  જાય તેમ તેમ અઠંગ ને નઠોર બનતા  જાય છે અને એ વાત સો ટકા સાચી લાગે છે.ઉક્તિઓ આસમાનમાંથી નથી ટપકતી.જે તે દેશ ના નાગરિક ના વાણી વર્તન અને વ્યવહાર માંથી આપોઆપ બહાર આવે છે. એક જમાનો હતો જયારે ‘ભડલી’ ના અવલોકનો સત્યની સમીપ જ સ્વીકારાયેલા અને આજે ય તે એટલા જ વાસ્તવિક લાગે એવા દમદાર રહ્યા છે એનું કારણ? ફુરસત ના સમય નો સદુપયોગ કહો લોકોપયોગી બનવાની ભાવના કે સમાજને પ્રદાન કરવાની મહેચ્છા!

આજે ૬૬ વર્ષ પછી ભારતીય સમાજ ની ધીધે ધીમે પણ ઘોર ખોડાઈ રહી છે. વિકાસ અને વિનાશ વચ્ચે ની પાતળી ભેદરેખા ભૂસી ગઈ છે.બહુતિક સાધનો ની ભરમાર વચ્ચે માનવ મુલ્યો ના અધઃ પતન ની અમાન્ત્ર્ણ પત્રિકા ઘેર  ઘેર પહોચી  ગઈ છે. આમ આદમી [હું અરવિંદ કેજરીવાલ ના પક્ષ નો સદસ્ય નથી કે તેમની વાત કરવાને પણ છોછ સમજુ છું] વગર તખલ્લુસે કોઈ ‘બીમાર’ કોઈ ‘ નાદાર’  કોઈ ‘બદમાશ’ કોઈ ‘મવાલી’ કોઈ ‘ચોર’ કોઈ ‘ગુંડો’ તો કોઈ ‘નેતા’ ના લટકણીયા નો માલિક થઇ ગયો છે. અહી પ્રત્યેક ભારતીય  બીજા  ને બુદ્ધિહીન અને બેવકૂફ સમજતો થઇ ગયો છે એના નમુના શોધવા જવાની જરૂર નથી. એક વ્યક્તિ વાહન લઈને જતો હોય પાછળ થી કોઈ ઉતાવળિયો એક હોર્ન મારી ને જગ્યા માગે અને આગળવાળા થી એક મિનીટ નો વિલંબ થાય તો પાછળ વાળા ની નારાજગી નહિ એની તિરસ્કૃત નજર નો ભોગ બનવા આગળવાળા એ તૈયાર રહેવાનું!  બાજુમાંથી પસાર થતા એ ભાઈ પાછા એવી રીતે ડોકી ફેરવી ને જોશે કે જાણે ‘સાલા , તારો  બાપ હોર્ન મારે છે તે સંભળાતું નથી. તારા બાપ નો રોડ છે?’ આ સીન તો ઉદાહરણ ના તૌર  પર ફટકાર્યું પણ એના જેવી બીજી અનેક વર્તન ની નાલાયકી વ્યવહાર ની તોછડાઈ અને ઘણું બધું રોજ રોજ સમાજ નું દુષણ બની ગયું છે  અને દિવસે ને દિવસે વધતું જ જાય છે.

હમણા એક કોલમ માં એક સરસ વાક્ય વાંચ્યું કે આપણે ટીમ નહિ ટોળું છીએ.આ વાત વિન્સ્ટન ચર્ચીલે બહુ   તીખી ભાષામાં ક્હેલી અને એમણે તો એલીન પર ખફા થઇ ને ભારત ને ભગવાન ભરોશે છોડી રહ્યા છો એમ પણ કહી નાખેલું  એમાં અતિશયોક્તિ  નહોતી કે પેટ બળેલો વિન્સ્ટન ચર્ચિલ બોલે છે એવું કયાંય નહોતું . એમને પૂરો ભરોષો હતો કે આ પીંઢાંરા અને લુટારાઓ ને શરણે તમે સોપોં છો. એમની વાત આજે યુ એટલી   સાચી સાબિત થઇ રહી  છે.નડીયાદ થી કઠલાલ ની બસ ના સ્ટેન્ડ પર આઠ જ પેસેન્જર ઉભા હોય અને બસ મુકાય પછી નો વરવો સીન  જોજો.કોઈ બારી માંથી ટીંગાઈ ને જગ્યા લેવા ઉધામો કરશે કોઈ બસ રીવર્સ થતી હશે ત્યારે હેન્ડલ પકડી ને બસ પર આધિપત્ય જમાવશે! અરે…ભોલે બલમ. અંદર જઇ ને ‘પહેલા બેસવાની’ પણ અધિરાઈ? અહી ક્યા એવોર્ડ મળવાના છે ?. નબળો ધણી બૈરી પર શૂરો??? બજારમાં [એટલે કે કોમ્પીટીશન માં રહી કોઈ નામ કરવાની વાતમાં ] છેલ્લી પાટલી એ બેસવાની કોઈ જગ્યા ન આપે એવા વ્યક્તિઓ રોડ શો માં અવ્વલ સાબિત થવા નર્યા નખરા ઠોકે જાય તેમાં શોભા ખરી?હમણાં હું ગાંધીનગર ના રેલ્વે સ્ટેશન પર ટીકીટ લેવા ઉભો હતો પાછળ થી બીજા ચાર પાચ પેસેન્જર આવ્યા જે લાઈન માં ઊભવાને બદલે ટોડે વળી ને જેમ તેમ ઉભા રહી ગયા. મેં ટીકીટ માગી ,એક વડોદરા, હજી તો ટીકીટ બાબુ એ મને પચાસ રૂપિયા આપવાના બાકી હતા ત્યાં પાછળ વાળા એ મારો હાથ બારી ના ગ્લાસ માં જ હતો ને હાથ નાખી ને એની ટીકીટ માગી. હવે આને શું કહેવું ?ડીસંસી કે પબ્લિક એટીટ્યુડ કે શિસ્ત જેવું કાઈ હોવું તો જોઈએ ? એક સુંદર વાક્ય છે કે  તમને પસંદ ન હોય તેવું વર્તન તમે બીજા સાથે ન કરશો. વિચારવા જેવી બાબત છે. વાક્ય નાનું પણ દમદાર જ નહિ વજનદાર છે. બધી તકલીફો નો એક જ ઉપાય છે કે બહાર જઇ એ ત્યારે ઠાવકા બનીએ. આપણા  ઘરમાં આપણે નગ્ન થઈએ છીએ? તો જાહેર માં કેમ? છેલ્લી એકવાત કહી  ભારતીય સમાજ ને અને ‘કેટલાક અ- લાયક [કૌશ માં ય કૌશ ?] નલાયક લખનાર હું કોણ?  નાગરિકતા નાં માલિકો ને સુધારવાના  ઉચાટ ને’ ય વિરામ દઈશ. એક વાર એક વિદેશી મહિલા ને નગ્ન સ્નાન કરતી જોઈ એક સાધુ લોલુપ થઇ ઝાડ ની પાછળ સંતાઈ ને એક સાથે  એલ ટી સી ના બે બ્લોક વાપરી રહેલો જોઈ લટાર માં નીકળેલા તેના ગુરુ  બગડ્યા અને ધમકાવ્યો કહ્યું કે એ નારી ને હવે હું તારી સમક્ષ નગ્ન અવસ્થા માં કલાકો બેસાડી રાખીશ અને હું પણ જોઉં છું કે તું કેટલી વાર એની સુંદરતા થી મોહિત રહ્યા કરીશ? ધડો લેવાની વાત એટલી જ કે એની નજર માંથી  ગુરુ નલાયકી ખસેડવા માંગતા હતા. એને સત્ય નું દર્શન કરાવવા માંગતા હતા અને એક શીખ દેવા માંગતા હતા ‘ જાહેર વર્તન અને અને અંદરની નાલાયકી ને વશમાં રાખવાની કળા! ‘

સત્ય વચન:છાણ ના દેવ ને કપાસ ની આંખો શોભે.

 

જિંદગી …… ઉધાર કા સિંદૂર ?.

ગર્ભાધાન ના પ્રથમ ચરણ થી લઇ ને પંચ મહાભૂત માં વિલીન થનાર એક ઘટના ની વાત એટલે જિંદગી.પ્રથમ ધબકારાથી લઈને  છેલ્લા ધબકારા સુધી ધબકતી રહેતી ઘટના ની વાત એટલે જિંદગી. જિંદગી એટલે કોઈને મન મહામુલી મૂડી , કોઈને મન લખ ચોર્યાસી ના એક કર્મ ની ઘટના તો કોઈ ના માટે કૈક બીજું. ઉપનિષદ નું મૂલ્યાંકન અધ્યત્મિક તો વિજ્ઞાન માટે એ ફીઝીક્સ -કેમેસ્ટ્રી -કોઈ પણ તત્વ ના લોઅર -અપર લેવલ વચ્ચે ની ઘટના.ત્રીજા પ્રકાર [જેને વિજ્ઞાન સાથે કે અધ્યાત્મ સાથે સ્નાન સુતક નો સંબંધ  નથી તેવા] ‘તૃતીયમ  લોક’ ના હયાત વ્યક્તિઓ માટે…ખાયા પિયા કુછ નહિ ગિલાસ તોડા બારા આંના.જે હોય તે પણ એક અજીબ ભેટ તો ખરી જ.એને કોઈ ઉત્તમોત્તમ કાળજી થી સાચવી ને જીવે તો કોઈ તુલસી ભરોશે રામ કે નિર્ભય હો કે સોય ઉક્તિ ને યાદ રાખી ને જીવે.ઘણા ને બખ્ખા તો ઘણા ને ફાંફા! કોઈ કમ વોટ મેં થી જીવી લે તો કોઈ પારેવાંની  જેમ પળેપળ ઘભરતા રહી ને. બસ ફર્ક માત્ર એટલો જ છે કે જે મળ્યું છે તેને વાસ્તવિકતાથી તોલવાને બદલે અવાસ્તવિક પાયા પર જવા લાગે ત્યાં ખતરો.

એક વિદ્વાને બહુ સરસ વાત કરી છે કે ‘ આ જિંદગી તમારી છે ખરી?’ લગભગ બધાનો જવાબ ‘હા’ જ હોઈ શકે પણ હટકે જવાબ  એ છે કે ‘નાં’ એમણે સરસ વાત કહી કે ‘મેં ઇસે ઉધાર કી ચીજ  કહૂંગા’. આગળ એમણે એમના તર્ક ને એમની પરિભાષા માં ,એમના વિઝન મુજબ વ્યાખ્યા કરી કે તુમ્હારે પૈદા હોને કી ખબર ભી તુમ્હે કિસી ને દી હે. તુમ્હે તો યે ન પતા થા કી મૈ પૈદા હો ચુકા હું. કીસીને તુમ્હે નામ દિયા. કિસી ને સોચ દી કિસી ને જો ભી ઉસકે પાસ થા દિયા ઓર તુમને લિયા બીના  જાંચે,બીના પરખે !. આબ આપ કહીએ ક્યા આપકી જિંદગી આપકી યા સબ ઉધાર માલ ભરી હુઈ દુકાન?અબ જબ આપ ને ખરા ખોટા માલ ભર હી દિયા હે તો ઉસે કેસે આપ હી ફેક દે?

વાત ખરી ખોટી કે મુદ્દાની ? એ તો જુદો વિષય છે પણ માણસ માત્ર પોતાની પાસે છે તે જ શ્રેષ્ઠ સમજે છે એ પણ બહુધા ટકરાવ નું કારણ બન્યું છે. હમણા એક મિત્ર એ એમની વોલ પર એક વાક્ય મુકેલું  ‘આપણે સાંભળીએ  છીએ થોડું  વિચારીએ છીએ એનાથી ય ઓછું અને  બોલીએ છીએ સૌથી વધુ’. મને એમની વાત ગમેલી. આ વાત કાઈ પહેલી વખત સાંભળવા મળી એવું નથી. પેલા વિદ્વાન ની ફરી વાત કે અવતરણો ને ટાંકવાના  હોય તો હું કહીશ કે   એમની વાત ખરી જ છે. મેં એ વાત અહી પાછલી કોઈ પોસ્ટ માં કરી છે કે ”હમ કુછ સુનતે હી નહિ. સુનને કે પહલે હમ યહ તય કર રખતે હે કી હમ ક્યા સુનેંગે! કિતના ભીતર જાને દેંગે! જો હમારી સોચ ઓર મેલ જોલ સે સાથ જચતી હે ઉસે હી હમ ભીતર જાને દેતે હે.બાકી કી તો હમ સુનતે ભી નહિ. હમે જબ કુછ કહા જતા હે ઉસ પર  સોચતે  સોચતે ઓર કિતની  બાતે જો નિકલ જાતી હે યહ નહિ સોચતે. મેં કહતા  હું પહેલે ઠીક સે સુન તો લે? સ્વીકાર અસ્વીકાર કી  તો બાદ મેં સોચી જાયેગી મગર કુછ નયા સુન તો લે ?.

ખેર, જગત માં જે કાઈ ઉથલ પાથલ -દંગાફસાદ- રમખાણો-યુધ્ધો-અસામાજિક પ્રવૃત્તિઓ અને બીજું ઘણું બધું થાય છે તેની જન્મ દ્દાતા આ જ છે. આ જ એટલે આપણી કાઈ જ ‘નહિ સાંભળવાની કુટેવ-આદત-ઉદ્ધતાઈ’. ઇઝરાયલ -પેલેસ્તીન, ભારત -પાક. રશિયા -અમરિકા કાળા  વિરુદ્ધ ગોરા . બસ આજ ઉદ્ધતાઈ  ની પેદાસ. સદી ના મહાનાયક અભિનેતાની વાત અને એમની સાંભળવાની ધીરજે તેમને મહા નાયક બનાવી દીધા ની વાત તો સૌ જાણે છે. માણસ ખરી ખોટી મહાનતા નાં એવોર્ડ્સ ને ખોપરી બહાર રાખી જગત ને જીવે જુએ સાંભળે તો અહી જ સ્વર્ગ રચાય.

ઝીયા જાયે તો ફિર જીયા નહિ જાય…કે જાન ચલી જાયે ઝીયા નહિ જાય

કાસ આ શબ્દો જીવતી ઝીયા ના કાને સુરજ  બોલ્યો   હોત અને  એક હોનહાર કલાકારા  પંખા ના હુક પર લટકતી બચી ગઈ હોત.

થોડા વર્ષ પૂર્વે એક મુવી રાજેશખન્ના-શબાના આઝમી નું આવેલું. નામ એનું અવતાર.બસ એની યાદ આજે આવી ગઈ ઝીયાખાન ની ચિઠ્ઠી વાંચી ને. એ મુવી માં અવતાર કિશન  ના પુત્રો એની લાગણીઓને જબરજસ્ત ઠેશ પહોચાડે છે.ઘર વિહોણો કરી નાખે છે.યહાં તક કી અવતાર કો એક ઝોપડી મેં મુકામ લેના પડતા હે ઓર વહા સે ઉનકો યે બાત પતા ચલ જાતી હે ”જિંદગી ભી એક નશા હે દોસ્ત ”[ગ્રેટ ડાયલોગ:ગાઈડ]બસ..જિંદગી નું રુખ બદલાઈ જાય છે.આગળ ઉપર  એક ક્લાઈમેક્ષ ઉભું થાય છે. છોકરા ને મદદ કરવા પત્ની દબાણ  લાવે છે. અવતાર માનતો નથી. એક વાક્ય એની  પત્ની નું  એનું હ્રદય ચીરફાડ કરી નાખે છે….”યુ આર હાર્ટલેસ ”બસ..અવતાર ઘર છોડી ને ઓફીસ ની પનાહ લે છે.,ત્રણ દિવસ ઘરે નહિ આવ્યા  પછી તબિયત લથડે છે અવતાર ને સલાહ મળે છે ”ઘેર જાવ, પેક અપ નજીક છે” ત્યારે એ એક ડાયલોગ બોલે છે.મેં મરને સે પહેલે મરના નહિ ચાહતા. બસ..આટલું ઝીયા બોલી હોત તો સારું. આદિત્ય ને છોડી ને જીવી લેવાની હિમ્મત કેળવવા ની એને જરૂર હતી. જીયા ને અવતાર જેટલું લાગી આવવા જેવું નહતું. ઝીયા એક નિખાલસ ,પ્રામાણિક અને વફાદાર પ્રેમી નીવડી. મરતી વ્યક્તિ કદી જૂઠ ન બોલે એ સત્ય છે.કેમકે એને જ્યારે આ જગત ફાની લાગે ત્યારે એ તમામ બાબતો અંદર ના અવાજ પ્રમાણે જ બોલે ને લખે. ડાઈંગ ડેકલેરેશન ની એટલે જ તો અગત્યતા છે ન્યાય પ્રણાલિકા માં.

ઝીયા એ જે છ પાના ની મરણોત્તર ચિઠ્ઠી લખી છે તેને ”દિલ્હી ની દામિની” ના કેસ ની જેમ દેશ વ્યાપી સમર્થન મળે ને સ્ત્રી લોલુપ, બળાત્કારી પ્રેમીઓ, સ્ત્રી અને ખાસ કરીને એક નેકદિલ વ્યક્તિ તરીકે તેનું   સતત શોષણ-મારપીટ-અત્યાચાર અને ઔચિત્ય ભંગ કરનાર ને આકરી સજા મળે તો એના રૂહ ને શુકુન ચેન અતા થશે એવું હું માનું છું.

ઝીયા એ ખરેખર નાની જિંદગી માં બહુ મોટી વાત સમાજ માં સ્ત્રીઓ અને ખાસ કરી ને એવી યુવતીઓને પોતાનો ભોગ આપી ને શાન માં સમજાવી છે કે ”કોઈ લંપટ પુરુષ,કોઈ દિલફેક, સ્ત્રી ખોર, નફફટ અને નાલાયક પુરુષ ને મિત્ર-પ્રેમી નાં બનાવશો નહિ તો મારી જેમ લટકવાનો જ વારો આવશે”

ખેર, જીયા ના પરિવારને અને ખાસ કરી ને એની ભગીની કરિશ્મા અને કવિતા ને તેની ખુબ ખોટ પડશે. આમપણ બહેનો ના  રીસ્તા  લાગણીશીલ સંબંધો થી વણાયેલા હોય છે અને તેની માતા ના હ્રદય માં પણ ખાસ સ્થાન છોકરી નું હોય છે .માતા નું હ્રદય પુત્ર માટે કેટલું પક્ષપાતી હોય છે તે  ઝરીના એ ‘નફફટ નિવેદન’ આપી ને કરોડો સમક્ષ ‘ગાંધારી માતા’ બની ને ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સત્ય અહી કડવું થઇ જાય ને થુંકી નાખવું પડે તે હદે વગોવાયેલું છે તે સર્વ વિદિત છે. ન્યાય ૨૦૨૩-૨૦૩૩ માં આવે ત્યારે જોઈશું.તબતક કે લિયે…ઝીયા કી આમ્માજાન ઓર પરીવારકી ખેરિયત કી સબ દુઆ કરે.. અલ્લાહ્તાલા ઉનકો યે સદમા સેહને કી તાકત દે મર્હુમ કી રૂહ કો ઝન્નત અદા કરે.  ખુદા કે વાસ્તે યે કભી કિસી કે સાથ ન હો એસી ગુજારીસ કરતે હુએ અપની કલામ કો રોકતા હું.

પી એમ સી…. પિયા મિલન ચોક.

પ્રિયા વર્ષો પછી ચાંદની ચોકની પેલી જાણીતી લસ્સીની દુકાને  આવી ત્યારે  એના પગ થંભી ગયા. એની સ્મૃતિ માં જોરદાર ઝટકા સાથે એ વાત યાદ આવી ગઈ જે ૨૫ વર્ષ પહેલા ની હતી. પ્રિયા ખામોશ અને ઉદાસ બની ગઈ. એની નજર સમક્ષ ૨૫ વર્ષ પહેલા ની રીલ રીવાઈન્ડ થઇ દોડવા લાગી.

  પ્રિયા અને પીયુષ. એક  જ કોલેજ માં ભણતા હતા. પીયુષ પ્રિયા ને પસંદ હતો પ્રિયા પીયુષ ને. કુદરત ને બન્ને ની જોડી પસંદ હતી.પીયુષ સ્વપ્નીલ, પ્રિયા વાસ્તવવાદી.પીયુષ ને મિઠાઈ પસંદ તો પ્રિયાને ખટાઈ. બંને વચ્ચે ઉંમર માં ય ઝાઝો તફાવત નહિ. માત્ર ૮ મહિના! પ્રિયા રૂપકડી તો પીયુષ પણ હેન્ડસમ !. પ્રિયા ને હજી યાદ છે કે કોલેજ ના પ્રથમ દિવસે પીયુષ એના વર્ગ માં દાખલ થયો ને પ્રિયા પગ થોડો આગળ લંબાવી ને બેઠેલી બેંચ પર અને પીયુષ ઠોકર ખાઈ ગયો. વર્ગ માં એક હાસ્ય નું  મોજું  ફેલાઈ ગયેલું. પીયુષ કઈ બોલ્યો નહતો અને પ્રિયા થી નજર મેળવીને પાછળ ની બેંચ પર ચાલતો થયો હતો.
વર્ગ પૂરો થયો પછી પ્રિયા સામે થી પીયુષ પાસે ગઈ.બોલી:સોરી. યુ પુટ ઇન શેઇમ ફૂલ સિચ્યુએશન ડ્યુ ટુ મી.. પીયુષ બોલ્યો: નો પ્રોબ્લેમ…ઇટ વોઝ નોટ યોર ઇનટેનશન આઈ નો.  બસ આ જ એની નમ્રતા પ્રિયા ને જચી ગઈ.બસ પ્રિયા ના દિલ માં પીયુષ વસી ગયો. પછી પ્રિયા એ પણ કોઈ ગુલ્લી ના મારી ના પીયુશે. આવતા જતા આખો થી હાય હેલ્લો પછી નોટ બુક ની આપલે બસ …બંને એકબીજાની સમીપ જવા લાગેલા. એની બીજી હરકત તો પ્રિયા યાદ કરી ને મનમાં હસી પણ પડી.કેવો નાદાન પ્રેમી! પ્રિયા ને મળવા પહેલી વાર બોલાવવા  યાદ આવ્યો એનો નુસખો. એવી  તરકીબ તો કોઈ એનાથી શીખે. એ દિવસે એ બિલકુલ પાછળ ની બેંચ પર બેઠેલો. સાયકોલોજી ના સેક્સ એન્ડ મેરેજ નો જ વિષય?પ્રોફેસર કાઈ બોલતા હતા ને પીયુષ એ એની પેન બેંચ પરથી ગબડાવી .પેન ઠીક પ્રિયા ના પગ પાસે અટકી. પ્રિયા નિર્દોષ ભાવે નીચે લેવા વળી  પીયુષ પણ નીચે ઝૂક્યો પણ આજે એનું ઝૂકવું ઈરાદાપૂર્વક હતું.બન્ને ની આખો મળી. એણે પ્રિયા નો હાથ એના હાથમાં દબાવી દીધો અને એક ચિઠ્ઠી પકડાવી દીધી .પ્રિયા ની કાનની બુટ લાલ થઇ ગઈ.એનું દિલ થડકારો ચુકી ગયું.શું કરવું કે શું નહિ એ વિચાર કરવા જેટલો સમય પણ ક્યા હતો? અને …બસ એણે એ ચિઠ્ઠી મુઠ્ઠીમાં સંતાડી લીધી.રીસેસ માં કલોક રૂમ માં જઈ ને થડકતા હ્રદયે ચિઠ્ઠીની ગડીઓ  ખોલવા લાગી.ખોલતા ખોલતા એના મગજ માં હજારો વિચારો આવી ગયા . છેલ્લી ગડી ખોલીને જોયું તો  ચિઠ્ઠીમાં પીયુશે ફક્ત એટલું જ લખેલું ” પ્રિયા, આજે કોલેજ થી છૂટી ને પી એમ સી પર હું તારી  રાહ જોઇશ. ઠીક દોઢ વાગે.પીયુષ”. પિયા મિલન ચોક કોલેજીયનો માં લોકપ્રિય હતો જ્યાં ગર્લફ્રેન્ડ -બોયફ્રેન્ડસ એકબીજા ને મળતા.

પ્રિયા ઝડપ થી બધું આટોપીને ફરી ક્લાસ રૂમ માં આવી ગઈ.છેલ્લા બે પીરીયડ માં એક ઈન્ડસ્ટરીયલ સાયકોલોજી   હતું જે આમ પણ માથા ની દવા! અને બીજો છેલ્લો પીરીયડ ચાઈલ્ડ સાયકોલોજી નો. પ્રિયા ને હસવું આવી ગયું. મારે ચાઈલ્ડ નથી ને એનું ભણવાનું?છતાં ક્લાસ માં બેસી રહી. વારે વારે એની નજર પીયુષ ને શોધી રહી હતી. બસ મનમાં મંથન ચાલતું હતું પ્રિયાના. જવું કે નહિ?છેલ્લે એને પણ તો પીયુષ પસંદ જ હતો ને ? 

કોલેજ થી  છૂટી ને પ્રિયા દરવાજે આવી ત્યાં એની સખી મોના એ એને રોકી ને કહ્યું, પ્રિયા આજે મારી સાથે આવીશ? મારે પર્સનલ ખરીદી કરવા જવું છે તું સાથે હોય તો સારું. પ્રિયા શુન મારી ગઈ . એક પ્રચંડ આવેગો નું તોફાન પળ માં શમી ગયું.એક તરફ સખી હતી બીજી તરફ પીયુષ. બે મિનીટ સુધી તેને  વિચારો માં ગરકાવ થઇ ગયેલી જોઈ મોના એ કહ્યું અલી , આટલી બધી કેમ ખોવાઈ ગઈ છે. કુછ હે ક્યા? ડેટ પર જવાનું છે? કોઈએ તને મળવા બોલાવી છે  ..? આગળ નું પ્રિયા ના કાને કાઈ ના પડ્યું. બસ. મોના ને ચાલતી જોઈ રહી . 

એ દિવસે પ્રિયા કોલેજ થી થોડે આગળ લસ્સીની જાણીતી દુકાને પીયુષ ને મળવા પહોચેલી.પ્રિયાને એની પ્રથમ મુલાકાત યાદ આવી ગઈ પ્રિયા એ અડધી લસ્સી પી ને મુકેલો ગ્લાસ પીયુષ  ઉઠાવી એની જ સ્ટ્રો વડે પીવા લાગેલો..લજ્જા ની મારી પ્રિયા એ આખો થી કહેલું ”આ શું કરે છે પીયુષ?” અને પીયુશે એનો હાથ પ્રિયા ના હાથ પર મૂકી કહેલું ”સુના હે કિસીકા જુઠા પીને સે પ્યાર બઢ જાતા હે …આઈ લવ યુ  પ્રિયા. પ્રિયા ને એનો સ્પર્શ ગમ્યો હતો. કાઈ નહોતી બોલી પણ પીયુષ બધું સમજી ગયેલો. એક બે ત્રણ ચાર મુલાકાત પ્રેમ માં ક્યારે પલટાઈ  ગઈ બંને માંથી કોઈ ને ખબર ન પડી.. પ્રેમપત્રો તો પ્રિયા એ પણ લખેલા..એણે પણ એક પત્ર માં પીયુષ ને લખેલું યાદ આવી ગયું ”તારા નામ સાથે મને તારું બધું જ ગમે છે” બસ..સોમ થી શનિ,જુન થી મે..    ક્યારે સેમેસ્ટર પૂરું થયું બંને માંથી કોઈ ને ખબર પણ નાં પડી. વર્ષની ત્રણે  મોસમ બંને એ હાથમાં હાથ મિલાવી ગુજારેલી. શરૂઆતમાં પ્રિયા પીયુષ ને તોલી તોલીને વાયદો કરતી કે સાથે બહાર જતી પણ પછી જેમ જેમ પીયુષ ના સ્વભાવ અને સંસ્કારો થી મોહિત થતી ગઈ તેમ તેમ એ એની ખુબ નજીક સરકી રહી હતી.હવે તો ઘરે પણ વિચારો માં પીયુષ છવાયેલો  રહેતો.

પીયુષ પછી એમ બી એ કરીને યુ એસ ગયો. જતા એરપોર્ટ પર પ્રિયાને બધાની વચ્ચે ચૂમીને બોલેલો . ત્યાં થોડો સેટ થઈને એક વર્ષ માં પાછો આવીશ ત્યારે આપણે રજીસ્ટર મેરેજ કરી લઈશું તને જલ્દી મારી સાથે લઇ જઈશ.

એ દિવસ ક્યારેય ન આવ્યો.ના પીયુષ યુ એસ થી આવ્યો ન લઇ ગયો. પછી ખબર પણ પડી કે તેને કોઈ ગોરી ગમી ગઈ હતી તેની સાથે પરણી પણ    ગયો ને હવે તો છેલ્લા ૨૦ વર્ષથી ઇન્ડિયા પણ નથી આવ્યો .

મેડમ, લસ્સી લાવું ક્યા? છોકરા ના અવાજે એ ચોંકી.

નહિ.યુહી ..આયી થી દેખને. દુકાન વૈસી હી હે ય બદલી હુઈ?

બસ, પ્રિયા એક છાનો નિસાશો નાખી સડસડાટ નીકળી ગઈ.

પ્રિયા આજે ય હજી તેની રાહ માં બેકરાર છે. એને હજી ય ઇન્તઝાર છે.

મધુબાલા-નોટ દ્રષ્ટિ ધામી બટ…..લાખો દિલો કી ધડકન.

Imageમધુબાલા વિષે દિગ્ગજો ઘણું ઘણું લખી ચુક્યા છે. એના વિષે અને મીના કુમારી બન્ને વિષે કદાચ ભારતીય સિનેમા ના ઘણા મેગેઝીન ચાલ્યાજ નથી દોડ્યા છે.મને યાદ છે કે જ્યારે હું મહેમદાવાદ થી અમદાવાદ સવારના ૫.૩૫ ના ગુજરાત મેલ માં કોલેજ જતો અને શિયાળા ના દિવસો માં ઠંડી ને કારણે અમદાવાદ પ્લેટફોર્મ પર થોડો સમય વિતાવવાનો થતો ત્યારે ત્યાના બુક સ્ટોલ પર સમય વિતાવતો. તે જમાનામાં સ્ક્રીન અને સિનેસ્ટાર એમ બે મેગેઝીન આવતા શુક્રવાર હોય  એ દિવસે અમને જલસા પડી જતા.ઈ.સ ૧૯૭૮-૭૮ ની કોઈ વાત છે.જયારે મારું ગંજી બાપા  લાવી આપતા તે કઈ બ્રાંડ નું છે તેની ગતાગમ ન’તી તે ટાઈમે મધુબાલા કોણ હતી તે ખબર હતી. 

વેલ, અબ કલર ફૂલ બાત કો થોડા બ્લેક એન્ડ વ્હાઈટ મેં દીખાઉન્ગા કયું કી [સાસ ભી કભી નહિ]બાત જબ કિસી શખ્શિયત કી હો ઓર વો ભી બ્લેક એન્ડ વ્હાઈટ કે જમાને કી તો લિખી ભી જાની ચાહીએ કાલે જાનદાર અલ્ફાઝો  મેં તાકી સબકે રંગીન દિલો તક એ કલરફૂલ બાતે ટચ કર જાયે.

હા તો, હું વાત કરી રહ્યો છું મુમતાઝ જહાં  બેગમ દહેલવી -યાની કી સૌની પ્રિય મધુબાલા ની. જેનો જન્મ દિલ્હી ખાતે  સન ૧૯૩૩ ની ૧૪ ફેબ્રુઆરી  માં થયો હતો અને સન ૧૯૬૯ ૨૩ ફેબ્રુઆરી એ  જન્નત નશીન થઇ ગઈ માત્ર અને માત્ર ૩૬ વર્ષ ની વયે જ! યાર, કુદરત નો આ નિયમ થોડો વિચિત્ર લાગે છે.જેને બધા પસંદ કરે તે તેને ય પસંદ પડી જાય છે ને બોલાવી લે છે.ડાયેના થી લઇ ઝીયા ખાન સુધીની. અલબત્ત, ઝીયા ખાન કે ડર ની અભિનેત્રી દિવ્યા ભારતી જરા હટકે કેસ માં આવે . મીના કુમારી અને મધુબાલા ની વાત જુદી છે.મધુબાલા ૧૯૪૨ થી ૧૯૬૦ વચ્ચે ફિલ્મી ઝાકઝમાળ વચ્ચે રહી જીવી અને ગુજરી પણ ફિલ્મી દુનિયા ના દિગ્ગજ ના ઘરની મરણ પથારી માં.

મધુબાલા નો જન્મ બાયચાંસ લવ ડે નો જ હતો , યાની કી વેલેન્તાઇન ડે અને અનાયાસે એ વ્યક્તિઓ જીવનમાં ભરપુર પ્રેમ માંણી પણ જાણે છે એવું કહેવાય છે એમ મધુબાલા નું ય હતું. એના પ્રેમીઓ અઢળક હતા પણ પિતા અતાઉલ્લાખાન નો એની પર બહુ કડપ?છતાં ય દિલ્હી નો ચાઇલ્ડહુડ નો એનો પ્રથમ પ્રેમી લતીફ જે નાની ઉંમરમાં એની સુંદરતા થી મોહિત થયેલો અને જ્યારે મુમતાઝ જે હજી મધુબાલા ના’તી બની તેણે દિલ્હી છોડતા એને રેડ-રોઝ લવ ના ઉપલક્ષ્યમાં આપેલું એ લતીફ મધુબાલા -મધુબાલા બની ગઈ પછી એને છોડી ગયા ના રંજ માં ડીપ્રેશન માં આવી ગયેલો.એવો એનો બીજો લવ હતા કમાલ અમરોહી…હા, ‘મહલ’  બોમ્બે ટોકીઝ ના…જેમાં મધુ ના પિતા અતા ઉલા પણ ખુશ હતા મગર બાત અટકી હુઈ થી મધુ કી નારાજગી પે કી ..ફર્સ્ટ, કમાલ શુડ ગેટ ડિવોર્સ ફ્રોમ હીસ ફર્સ્ટ વાઈફ એન્ડ ક્લામાલ વાસ નોટ પ્રીપેર્ડ.  મધુબાલા મુસ્લિમ અને કમાલ મુસ્લિમ એટલે બધું ચાલશે ફાવશે વાળી વાત ના ચાલી!મધુ નો નિર્યણ અડગ રહ્યો કમાલ મીના ને ઘરવાળી બનાવીને ચલ્વ્યું.

વાત જ્યારે નીકળી હોય  કોઈ હસીન શખ્શિયત ની તો મોક્ક્ણ ની વાતો બાજુ પર. મારો ગોળી. મરવાનું તો સૌ એ છે એક વાર પણ યાદ કરીએ એની વાતો ને દિલોજાન એ નાતે ‘મહલ’ નું સ્મરણ અત્યારે લઇ આવ્યો છું ૧૯૪૯ ને એ ફિલ્મ  જેમાં મધુબાલા હતી અને લાખો લોકો ને યાદ છે એ ગીત ”આયેગા આયેગા આયેગા …આયેગા આને વાલા આયેગા..આયેગા.એ ગીતે  બોલીવુડ નું મધુબાલા નું અને  ખાસ તો લતા મંગેશકર નું નસીબ ઉઘાડી નાખેલું. જ્યારે તે ગીત ઓલ ઇન્ડિયા પર થી પ્રસારિત થયું ત્યારે રીતસરની પ્રશ્નો ની ઝાડીઓ વરસેલી  કે એ ગીત ગયું છે કોણે?…કારણ લતા નો અવાઝ હોય કે મધુબાલા નો જાદુ! જે હોય તે પછી મી એન્ડ મીસીસ ૫૫ ,ચાલતી કા નામ ગાડી. અહી એની ગાડી કિશોર જોડે પાટા પર ચઢેલી.જેમાં એક ગીત હતું એક લડકી   ભીગી ભાગી થી. કિશોરે એ ગીત મુકદ્દર ક સિકંદર માં અમિતાભે  સલામે ઈસ્ક મેરી જાં જરા કુબૂલ કરલો કરતા ય મદહોશી ભરી રીતે મધુબાલા ની આખો માં આખો પરોવી ને ગાયેલું મને યાદ છે.વાત નીકળી હોયુ મધુબાલા ની અને ”અચ્છાજી મેં હારી ચાલો માન  જાઓના ” યાદ નાં કરીએ તો નોટ અધુરી અને ફિક્કી! કોણ ભૂલે એ ગીત અને એ અદા? આ મધુબાલા જ્યારે નાની ઉંમર માં હ્રદય ની બીમારી થી પીડાતી હતી એ વાત પિતા એ છુપાવેલી પણ જિસ્મ કશું છુપાવતું નથી. ચાડી ખાય જ! રેખાબેન ગમે તેટલા બની ઠની ને એવોર્ડ ફન્કશન માં આવે ઘેર જઈ ને સાચી ઊંઘ નાં આવે કે ઉઠતા બેસતા કેઢ કટાકા બોલાવે ત્યારે શું વીતતી હશે તે એને ખબર જ હશે એમ   મધુબાલા પણ  વાલ્વની બીમારી થી ખુવાર થવા લાગી ત્યારે એ જ કિશોર કુમાર તેની વ્હારે આવેલો. મધુ ને હમસફર એવો ખપતો હતો જે બીલ ચુકવે અને કિશોર ને સુંદરતા ખપતી હતી. હા, કિશોર ને ઘરમાં શો પીસ ની જેમ તેની તમા હતી. નહી કે પુતિન વ્હાલ્દીમીર ની જેમ ૬૦ એ ત્રીસ ની?

માંધુબલા ની વાત ઝફર નાં અંદાઝ માં ને અલ્ફાઝ્માં કહી ને અટકું ke

हम तो चलते हैं लो ख़ुदा हाफ़िज़
बुतकदे के बुतों ख़ुदा हाफ़िज़

कर चुके तुम नसीहतें हम को
जाओ बस नासेहो ख़ुदा हाफ़िज़

आज कुछ और तरह पर उन की
सुनते हैं गुफ़्तगू ख़ुदा हाफ़िज़

बर यही है हमेशा ज़ख़्म पे ज़ख़्म
दिल का चाराग़रों ख़ुदा हाफ़िज़

आज है कुछ ज़ियादा बेताबी
दिल-ए-बेताब को ख़ुदा हाफ़िज़

क्यों हिफ़ाज़त हम और की ढूँढें
हर नफ़स जब कि है ख़ुदा हाफ़िज़

चाहे रुख़्सत हो राह-ए-इश्क़ में अक़्ल
ऐ “ज़फ़र” जाने दो ख़ुदा हाफ़िज़

શાંઘાઈ-અને આપણે….ચલો ભી જો હુઆ જાને દો……બહુત હો ચુકા જાને દો ?

[આજના ગુજરાત સમાચાર માં ૦૬/૦૮/૨૦૧૩ શાંઘાઈ વિષે જે ફોટો આપીને વિકાસ ની વાત લખવામાં આવી છે જે મેં ૦૮/૦૬/૨૦૧૩ ની પોસ્ટ માં વાત કરી હતી તે ની એક ઝલક ]

જે હોય તે, બીજા વિશ્વયુદ્ધ પછી અને ૧૯૯૨  પછી વિશ્વના બે રાષ્ટ્રો એ જગત નું ધ્યાન ખેંચ્યું છે તે વાત સ્વીકારવી જ રહી. જાપાન અને ચીન આ બે રાષ્ટ્રો એ હરણફાળ પ્રગતિ કરી અને આજે ય હજી ચાલુ જ છે. ઉગતા ને પુજ્વો એ નિયમ છે પછી ચીન ભલે ભારત નું   છાનું દુશ્મન હોય  પણ  એના ગુણગાન ગાઉં તેમાં અનુચિત કંઈજ ન કહેવાય. ચીન આજે નહિ ને કાલે  જગત કાજી બની  જશે તેમાં બેમત નથી.

આપણે ત્યાં હજી કિશોરકુમાર જેવો સિરસ્તો છે ત્યાં સુધી ઇન્ડિયા માં કોઈ શહેર  શાંઘાઈ નહિ બને તે નક્કી!કિશોર કુમાર કોઈ પણ ગીત ગાતા પહેલા એના સેક્રેટરી ને પૂછતો કોફી આવી ગઈ?પેલો હા કહે પછી જ સ્ટુડીઓ માં જતો. બસ આવા જ હાલ અહી છે.

ખેર ચીન માં આમ નથી જ. હા ઇન્ડિયન જઈ ને સિરસ્તો પાડે તે વાત જુદી.ત્યાં પ્રથમ સેઝ ની રચના કરવામાં આવી ત્યારે દેંગ એ એવી જડબેસલાક વ્યવસ્થા ગોઠવેલી કે જેના ફળ આજે વિશ્વ જોઈ રહ્યું છે.

ચીની ભાષા માં સંઘ એટલે ઉપર અને હાઈ એટલે દરિયો -ટુકમાં દરિયાઉપર એવો એનો અર્થ! યાન્ગ્તેજ નદી કિનારે એક નાનું મછવારા નું નગર જેને અંગ્રેજો એ પ્રથમ અફીમ યુદ્ધ પછી કબજો લઇ ને તેનો વિકાસ ચાલુ કર્યો.સામ્યવાદ ની ઘોષણા બાદ વિદેશી નિવેશ પર સાશકો એ રોક લાગાવી તેનો તે ટાઈમે વિકાસ ભલે રૂંધ્યો હોય એમ થયું હોય પણ 1992  પછી ના પગલાઓ થી ચીન ના પૂર્વ છેડા ના આ મહા શહેર એ પાછું વળી ને જોયું નથી. આજે ૨ કરોડ થી વધુ વસ્તી હોવા છતાં કોઈ અવ્યવસ્થા ઓ અહી જેવી જોવા ના મળે.આપણા વડોદરામાં તો મ્યુનીસીપાલીતી ની કચરો વાળી ને શહેર મેં ફક્ત ચોખ્ખું રાખવાની પણ સભ્યતા નથી રહી. ‘કોફી’આવે જાય પછી જ બધું!!!પછી તમારા ભાગે આવે શું?નર્યો ઉકરડો અવ્યવસ્થા અને ગંદકી જ ને??

દરિયા કિનારાના શહેરો નો વિકાસ જગતે કેવો કર્યો છે તે જોઈએ તો શાંઘાઈ આજે ચીનનું આર્થિક-સ્સંસ્કૃતિક અને વ્યાવસાયિક શહેર બની ગયું છે.સૌ પહેલા ૧૯૮૦ થી ૧૯૮૪ વચ્ચે ૭ સેઝ ની રચના થઇ પછી ૧૯૮૫ માં બીજા ૧૪ કોસ્ટલ સીટી  ને વિદેશી મૂડી થી આવકારવા ખુલ્લા કર્યાં તેમાં શાંઘાઈ એક હતું.૧૯૯૦ અને  ૧૯૯૨ પછી તો ઓપન ઇકોનોમિક ઝોન રચાયા ત્યારથી  થી આજ તક ૯ % ના વિકાસ દરે તેની પ્રગતી ચાલુ છે.જગતના કોઈ પણ બંદર કરતા ત્યાં સૌથી વધુ ધમધમતો ટ્રાફિક છે. જેમ ઇન્ડિયા માં ચીન નો માલ ઠલવાય છે એમજ અમેરિકા માં ય ઠલવાય છે ત્યાના ક્રિસમસ ટ્રી ને કોઈ સુંઘતું નથી અને ચીન જગતમાં જૂતા-પર્સ-કપડા- ઇલેક્ટોનીક આઈટમો- મચ્છર મારવાના રેકેટ-ઇલેક્ટ્રિક  નાના નાના લેમ્પ ની સીરીઝ થી લઈને મહાકાય ઉત્પાદનો જગતમાં રોજ ના ૨૦૦ થી વધુ જહાજો વડે ઠાલવી રહ્યું છે.ત્યાં બંદર પર જહાજો ને લાન્ગારવા રાહ જોવી પડે એ હાલાત છે. જગતમાં જે નવું ઉત્પાદન બને કે શોધાય તેના અડધા કલ્લાક માં અહી તેની પ્રતિકૃતિ કહો બનાવટ કહો કે ડુપ્લીકેશન પણ ચીન તયાર કરી નાખે એવી ક્ષમ્તા કેળવી લીધી છે.   અહી વડોદરામાં ગોત્રી માં ૫ મહિના પહેલા રોડ ના એક્ષટેનશન નું એક કામ હાથપર લીધેલુ તે ગયા સપ્તાહે પૂરું થયું! કેટલો ઝડપી વિકાસ?????જય હો. ભારતમાતા અને બીજી એનાથી ય જૂની વાત લખું કે ઈલેકશન ૨૦૧૨ માં એક સ્પેશિયલ ટીમ માં  જે લોકો એ ફરજ બજાવી હતી તેમના મહેનતાણા ની ચુકવણી હજી કરી નથી .તેની રજૂઆત ગુજરાત ના તમામ ઉચ્ચ અધિકારી- સી ઓ ચુંટણીવિભાગ  ગાંધીનગર અને છેલ્લે સી એમ ઓનલાઈન  સુધી આ વાત પહોચાડવામાં આવી છે  [આ વિધાન ને નિષ્પક્ષ ગણવું.મને રાજકીય પથ્થર ફેક માં કોઈ રસ નથી]પડોશી સ્ત્રી બની ઠની ને રહેતી હોય અને તમારી  ”ઘેલી” ફરતી હોય તો નિશાશા જરૂર નાખવાના જ એમાં શંકા ખરી? ખેર. ગાલીબ નો શેર ટાંકી ને અટકું છું કે

घर हमारा जो न रोते भी तो वीरां[1] होता
बहर[2] गर बहर न होता तो बयाबां[3] होता

तंगी-ए-दिल का गिला क्या ये वो काफ़िर दिल है
कि अगर तंग न होता, तो परेशां होता

बादे-यक उम्र-वराअ[4] बार[5] तो देता बारे[6]
काश, रिज़्वां[7] ही दर-ए-यार का दरबां होता